દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
ભરૂચ એલસીબીની ટીમે રાજપારડી તથા ઝઘડિયા પોલીસ મથકોમાં નોંધાયેલ પ્રોહિબીશનના ગુના હેઠળ છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો હતો.
ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીઓની વિગતો મેળવીને તેમને ઝડપી લેવા જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપેલ. તેના અનુસંધાને ભરૂચ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ એ.એસ.ચૌહાણ ટીમ સાથે રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન બાતમી મળી હતી કે રાજપારડી તથા ઝઘડીયા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના કામનો આરોપી રોનકભાઈ સામસીંગભાઈ વસાવા કવચીયા ગામના બસ સ્ટેન્ડ ખાતે હાજર છે.
એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે કવચીયા ગામના બસ સ્ટેન્ડ ખાતે જઈને તપાસ કરતા ઉપરોક્ત ઇસમ મળી આવ્યો હતો.પોલીસે તેને પકડી લઈને વધુ તપાસ માટે રાજપારડી પોલીસને સોંપ્યો હતો.
સદર ઈસમ રોનકભાઈ સામસીંગભાઈ વસાવા રહે.સ્ટેશન ફળીયું,વાડી ગામ,તા.ઉમરપાડા,જી.સુરતના રાજપારડી અને ઝઘડિયા પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓ હેઠળ છેલ્લા દોઢેક વર્ષથી પોલીસ પકડથી દુર રહી નાસતો ફરતો હતો.