Western Times News

Gujarati News

ચંદ્રયાન૩ની સિદ્ધિ ઈતિહાસના પાના પર અંકિત થઈ ગઈઃ મુખ્યમંત્રી

હર્ષ સંઘવી, સી આર પાટીલ સહિતના મહાનુભાવોએ ઈસરોને અભિનંદન આપ્યા

અમદાવાદ, ભારતનું ગૌરવ એવા ચંદ્રયાન-૩એ ચંદ્રની ધરા પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે. ઈસરોની આ ભવ્ય સફળતા સમગ્ર વિશ્વ માટે ગૌરવની વાત છે. ચંદ્રયાન-૩ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત જગ્યા શોધીને સોફ્ટ લેન્ડિંગ કરી ચૂક્યું છે.

ત્યારે સમગ્ર વિશ્વની નજર ભારતના આ ચંદ્રયાન-૩ પર છે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણ સાક્ષી બનવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઇસરો સેન્ટરમાં પહોંચ્યા હતા. તેઓ અહીંથી જ આ ઐતિહાસિક ક્ષણને નિહાળી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – આજનો દિવસ ઈતિહાસના પાના પર કાયમ માટે અંકિત થઈ ગયો. ચંદ્રયાન-૩ મિશનની સફળતા સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. કરોડો પ્રાર્થનાઓ આજે ફળી છે.

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના જ્ઞાન, કૌશલ્ય અને મહેનત પર સમગ્ર દેશને ગર્વ છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે આજે અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે.

આઝાદીના અમૃતકાળની આ સિદ્ધિ ભારતને વિકસિત દેશોની હરોળમાં મોખરાના સ્થાને બિરાજમાન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ભારતના ચંદ્રયાન-૩ મિશને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી લીધુ છે. આ સફળતા હાસિલ કરનાર ભારત દુનિયાનો ચોથો દેશ બની ચુક્યો છે.

૧૪૦ કરોડ લોકોની પ્રાર્થના અને ઈસરોના ૧૬.૫ હજાર વૈજ્ઞિ્‌નકોની ચાર વર્ષની મહેનત રંગ લાવી છે. હવે દુનિયા જ નહીં ચંદ્ર પણ ભારતની મુઠ્ઠીમાં છે. ભારતના ચંદ્રયાન-૩ મિશને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી લીધુ છે. આ સફળતા હાસિલ કરનાર ભારત દુનિયાનો ચોથો દેશ બની ચુક્યો છે. ૧૪૦ કરોડ લોકોની પ્રાર્થના અને ઈસરોના ૧૬.૫ હજાર વૈજ્ઞિ્‌નકોની ચાર વર્ષની મહેનત રંગ લાવી છે. હવે દુનિયા જ નહીં ચંદ્ર પણ ભારતની મુઠ્ઠીમાં છે.

ઈસરો પર ભાજપ કોંગ્રેસના આગેવાનો દ્વારા શુભેચ્છાનો મીઠો મેહ વર્ષી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલે ટિ્‌વટર પર શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ લખ્યું હતું કે આજનો દિવસ ઈતિહાસના પાના પર કાયમ માટે અંકિત થઈ ગયો.

ચંદ્રયાન-૩ મિશનની સફળતા સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. કરોડો પ્રાર્થનાઓ આજે ફળી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ જ્રૈજિર્ ના વૈજ્ઞાનિકોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના જ્ઞાન, કૌશલ્ય અને મહેનત પર સમગ્ર દેશને ગર્વ છે.

બીજી બાજુ ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પોતાના નિવાસ્થાને નિહાળ્યું અને આ ભારત માટેની આ વિશેષ સિદ્ધિ માટે ભારતના વૈજ્ઞાનિકો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં કોંગ્રેસ દ્વારા સલામી આપવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસે ઈસરોના વૈજ્ઞાનિકોને આપી શુભેચ્છા કહ્યું હતું કે આપણા ગુજરાતી વિક્રમ સારાભાઈનું સ્વપ્ન, ઈસરો તેનાં ધુરંધર વૈજ્ઞાનિકો આજ ઈન્ડિયાને ચંદ્ર પર લઇ ગયા!

છેલ્લા સાત દાયકામાં ચંદ્ર પર અત્યાર સુધીમાં ૧૧૧ મિશન મોકલવામાં આવ્યા છે. જેમાંથી ૬૬ સફળ રહ્યા હતા. ૪૧ નિષ્ફળ. ૮માં આંશિક સફળતા મળી. ઈસરોના ભૂતપૂર્વ વડા જી. માધવન નાયરે પણ કહ્યું છે કે, ચંદ્ર મિશનમાં સફળતાની ૫૦ ટકા શક્યતા છે. ૧૯૫૮ થી ૨૦૨૩ સુધી, ભારત, અમેરિકા, રશિયા, જાપાન, યુરોપિયન યુનિયન, ચીન અને ઇઝરાયેલે ચંદ્ર પર ઘણા મિશન મોકલ્યા.

તેમાં ઇમ્પેક્ટર, ઓર્બિટર, લેન્ડર-રોવર અને ફ્લાયબાયનો સમાવેશ થાય છે. જાે આપણે ૨૦૦૦ થી ૨૦૦૯ની વાત કરીએ તો ૯ વર્ષમાં છ ચંદ્ર મિશન મોકલવામાં આવ્યા હતા. યુરોપનું સ્માર્ટ-૧, જાપાનનું સેલેન, ચીનનું ચાંગાઈ-૧, ભારતનું ચંદ્રયાન-૧ અને અમેરિકાનું લુનર રિકોનિસન્સ ઓર્બિટર. ૧૯૯૦ થી, અમેરિકા, જાપાન, ભારત, યુરોપિયન યુનિયન, ચીન અને ઇઝરાયેલે કુલ ૨૧ ચંદ્ર મિશન મોકલ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.