હનુમાનની ભૂમિકા નિભાવી રહેલા કલાકારનું મોત થયું
ફતેહપુર, ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં મહાબલી હનુમાનનું પાત્ર નિભાવી રહેલા આ કલાકરનું મંચન દરમિયાન મોત થઈ ગયું હતું. ઘટના ધાતા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સલેમપુર ગામની છે. દુર્ગા પંડાલમાં જાગરણ દરમિયાન ત્યારે હડકંપ મચી ગયો જ્યારે લંકા દહનમાં મંચન દરમિયાન કલાકાર રામસ્વરૂપ નાચતા નાચતા અચાનક મંચ પરથી નીચે પડ્યા અને તેમનું મોત થઈ ગયું હતું.
કહેવાય છે કે આ વૃદ્ધ કલાકારનું મોત હાર્ટ અટેકથી થયું છે. ઘટના બાદ પંડાલમાં સન્નાટો છવાઈ ગયો હતો.અહીં નાટક જાેઈ રહેલી તેની પત્ની ચિસો પાડીને રડી રહી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મામલાની તપાસ શરુ કરી દીધી છે.
સલેમપુરમાં નવરાત્રિના અવસરે દેવી જાગરણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. શનિવારની રાતે પંડાલમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના જ ૫૦ વર્ષિય રામસ્વરુપ મહાબલી હનુમાનનું પાત્ર નિભાવી રહ્યા હતા.
પ્રસ્તુતી દરમિયાન જ્યારે લંકામાં આગ લગાવવા માટે પૂંછડા પર આગ લગાવી, જે બાદ તેમનું હાર્ટ અટેકથી મોત થઈ ગયું હતું. તેઓ મંચ પર ઢળી પડ્યા હતા. લોકો જ્યાં સુધીમાં તેમને હોસ્પિટલે લઈ જાય ત્યાં સુધીમાં તો તેમનું મોત થઈ ચુક્યું હતું.
આ પ્રસ્તુતી જાેઈ રહેલી તેની પત્ની અનુસુઈયા અને સેંકડો લોકોએ આ મોત લાઈવ જાેયું. સરપંચ ગુલાબે જણાવ્યું કે, રામસ્વરુપ ફેરી લગાવીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. તેમની પત્ની અને માસૂમ દિકરી પંડાલમાં જ બેઠા હતા.
પરિવારના લોકોએ પોલીસને સૂચના આપ્યા વિના રવિવારે લાશના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. તો વળી કલાકારના મોતનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ ગામમાં પહોચી અને આ ઘટનાની પુછપરછ કરી રહી છે.SS1MS