અભિનેત્રી ઉર્ફી જાવેદ કબુતર વાળુ પર્સ લટકાવીને આવી
મુંબઈ, ઉર્ફી જાવેદ એ એક્ટ્રેસમાંથી એક છે જે હંમેશા પોતાના લુક્સને લઇને ચર્ચામાં રહેતી હોય છે. ઉર્ફી જાવેદનું કોઇ પણ ડ્રેસિંગ ફેન્સને ચોંકાવી દે એવુ હોય છે. આ વચ્ચે ઉર્ફી જાવેદનો નવો લુક સામે આવ્યો છે. આ નવા લુકે બધાની બોલતી બંધ કરી દીધી છે.
આ લુકમાં ઉર્ફી જાવેદે ડ્રેસની સાથે-સાથે પર્સને લઇને લોકો માટે ચર્ચાનો વિષય બની છે. આ સાથે નેકલેસ જોઇને પણ તમે ચોંકી ઉઠશો. ઉર્ફીનો આ લુક હાલમાં સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે. ઉર્ફી જાવેદે વન પીસ પહેર્યો છે. આ વન પીસ શોર્ટ છે અને સાથે-સાથે ડીપ નેક છે જે ઉર્ફીની હોટનેસમાં વધારો કરે છે.
આમ વાત કરવામાં આવે તો ઉર્ફીએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે ગળામાં એક નેકલેસ પહેર્યો છે. આ નેકલેસ તમારું ધ્યાન ખેંચી લે એવો છે. તસવીરો ક્લિક કરાવતી વખતે ઉર્ફી સ્માઇલ આપે છે અને લોકોનું દિલ જીતી લે છે. ઉર્ફી જાવેદે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે હેર ખુલ્લા રાખ્યા નથી અને બાંધ્યા છે. આ સાથે ઉર્ફીએ પગમાં હાઇ હિલ પહેરી છે જે એના લુકમાં ચાર ચાંદ લગાવે છે.
ઉર્ફીની આ તસવીરોમાં તમે એની હાઇ હિલ જોઇને વિચારમાં પડી જાવો એવી છે. ઉર્ફી જાવેદ આ તસવીરોમાં એની બહેનની સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. ઉર્ફીની આ તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં તમે જોઇ શકો છો કે બધી બહેનોના ફેસ પર સ્માઇલ દેખાય છે.
આ સાથે દરેક લોકો પોતાની મસ્તીમાં મસ્ત દેખાઇ રહ્યા છે. વન પીસ, હાઇ હીલની સાથે ઉર્ફીએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે ઘાંસૂ મેક અપ કર્યો છે.
આ મેક અપ ઉર્ફીની હોટનેસમાં વધારો કરે છે. જો કે મુદ્દાની વાત તો એ છે તે આ તસવીરોમાં જે વસ્તુએ સૌથી વધારે લોકોનું ધ્યાન ખેંચ્યુ છે એ છે કબૂતર વાળુ પર્સ. આ પર્સ એકદમ અલગ દેખાઇ રહ્યુ છે. કબૂતર પર્સ જોઇને ફેન્સ પણ બે મિનિટ માટે વિચારમાં પડી ગયા છે.
ઉર્ફી જાવેદે વર્ષ ૨૦૧૬માં ટીવી ઇન્ડસ્ટ્રીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જો કે ઉર્ફીનું ટીવી કરિયર કંઇ વધારે ચાલ્યુ નહીં. ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટી જેવા અનેક રિયાલિટી શોમાં જોવા મળી છે. જો કે ઉર્ફીને એની ડ્રેસિંગ સેન્સને કારણે ઓળખાણ મળી છે.SS1MS