Western Times News

Gujarati News

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની એક્ટ્રેસે કરી પજામા પાર્ટી

મુંબઈ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુ ભીડેનો રોલ પ્લે કરનાર ઝિલ મહેતાએ તેનો ૨૭મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો. તેને આનંદથી ભરપૂર પજામા-થીમ આધારિત પાર્ટી સાથે તેમના ખાસ દિવસની ઉજવણી કરી.

ઝિલના લગ્ન ટૂંક સમયમાં થવાના છે, તેથી એક્ટ્રેસે આ સમય પોતાના માટે અને તેના પરિવાર માટે પસંદ કર્યાે છે. તે એક્ટ્રેસમાંથી મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ છે અને આખો દિવસ પરિવાર સાથે વિતાવી રહી છે.

ઝિલે સેલિબ્રેશનના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા અને તેમને કેપ્શન આપ્યું, ‘જ્યારે તમે ૨૭ વર્ષના થાવ, બ્રાઈડટુબી અને લગ્ન પ્રસંગો માટે ખરીદી કરીને કંટાળી ગયા હોવ, ત્યારે એક જ જવાબ છે તમારા જન્મદિવસ પર એક પજામા પાર્ટી. પાર્ટીમાં તેની ગર્લ ગેંગ ગેમ્સ રમતી, થીમ આધારિત કેક કાપતી અને સાથે મળીને એન્જોય કરતી જોવા મળે છે.

આરામદાયક પજામા પાર્ટીમાં સુંદર દેખાતી ઝીલ આ દરમિયાન ખુશ જોવા મળી હતી. તેમના નજીકના મિત્રો પણ જોડાયા, મેચિંગ નાઈટવેર પહેર્યા અને યાદગાર પળો શેર કરી. પાર્ટીના ફોટા પણ સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છે. ઝિલ મહેતાએ પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ અને કન્ટેન્ટ ક્રિએટર તરીકે પોતાનું કરિયર બનાવ્યું છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી તેની વિદાય પછી, ઝીલે મેકઅપ અને કન્ટેન્ટ ક્રિએટરના તેના જુસ્સાને ફોલો કરવાનું નક્કી કર્યું. તેણે ચાર વર્ષથી વધુ સમય સુધી શોમાં સોનુ ભીડેની ભૂમિકા ભજવી હતી. તે તેની સોશિયલ મીડિયા હાજરી દ્વારા તેના ફોલોઅર્સને અપડેટ કરતી રહે છે. આદિત્ય દુબે સાથે તેના લગ્ન નજીક આવતાં, ફેન્સ તેના બાકીના ફોટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઝિલ મહેતા અને આદિત્ય દુબે કોલેજના દિવસોથી સાથે છે. તેમના સંબંધોને ઓફિશિયલ કર્યા પછી, ઝિલ ઘણીવાર સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો શેર કરે છે. તમને જણાવી દઈએ કે આદિત્યએ જાન્યુઆરી ૨૦૨૪માં ઝિલને પ્રપોઝ કર્યું હતું અને આ બધું એટલું અચાનક થયું કે ઝિલ હેરાન થઈ ગઈ. આ પછી બંનેએ સગાઈ કરી લીધી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.