અભિનેત્રીએ રિજેક્ટ કરી હતી ‘ભાભીજી ઘર પર હૈ’
મુંબઈ, સૌમ્યાને શોનું શીર્ષક પસંદ ન આવ્યું. તે લગભગ ૬-૭ મહિના સુધી આ શોને રિજેક્ટ કરતી રહી. નિર્માતા સૌમ્યાને સમજાવતા રહ્યા, પછી જ તે આ શો કરવા માટે રાજી થઈ ગઈ. સૌમ્યાને શોનું શીર્ષક પસંદ ન આવ્યું. તે લગભગ ૬-૭ મહિના સુધી આ શોને રિજેક્ટ કરતી રહી. નિર્માતા સૌમ્યાને સમજાવતા રહ્યા, પછી જ તે આ શો કરવા માટે રાજી થઈ ગઈ. સૌમ્યા વર્ષ ૨૦૧૫માં આ શોમાં જોડાઈ હતી.
તેણે તેમાં પાંચ વર્ષ સુધી ગોરી મેમનું પાત્ર ભજવ્યું, પછી તેણે શોને અલવિદા કહી દીધું. ડિજિટલ કોમેન્ટરી સાથેની વાતચીતમાં સૌમ્યાએ કહ્યું- જ્યારે મેં આ શોનું શૂટિંગ શરૂ કર્યું ત્યારે મને લાગ્યું કે આ શો મારું કરિયર ડૂબી જશે. મેં મારી કારકિર્દીમાં એક મોટી ભૂલ કરી છે. મેં તે સમયે મારા બોયફેન્ડને ફોન કર્યાે અને કહ્યું કે હવે હું મારી કારકિર્દી દરમિયાન ભાભીજી તરીકે ઓળખાઈશ. મેં મારી જાતને બરબાદ કરી છે.
સૌમ્યાએ આ સંબંધમાં નિર્માતાઓ સાથે તેના શોમાંથી ખસી જવા અંગે પણ વાત કરી હતી. આ શો થોડા અઠવાડિયામાં શરૂ થવાનો હતો, તેથી નિર્માતાઓએ કહ્યું કે તેઓ તમારી સામે કાયદાકીય પગલાં લેશે. આવી સ્થિતિમાં સૌમ્યાએ શો કરવાનું શ્રેષ્ઠ માન્યું. ધીમે ધીમે સૌમ્યાને સમજાયું કે તેને આ શો માટે બનાવવામાં આવી છે.
આવી સ્થિતિમાં સૌમ્યાએ શો સાથે જોડાયેલા રહેવું યોગ્ય માન્યું. તે પાંચ વર્ષ સુધી આ શોનો ભાગ રહી. જ્યારે સૌમ્યાએ શો છોડ્યો ત્યારે તેને આર્થિક રીતે ઘણું નુકસાન થયું હતું. પ્રોડ્યુસર્સ તેને રોકી રહ્યા હતા, પરંતુ સૌમ્યાએ સાંભળ્યું નહીં. આટલી બધી કમાણી કરવી કોઈના માટે આસાન નથી.
જે સૌમ્યાને એક એપિસોડ માટે મળી રહી હતી. કારણ કે તે તે સમયનો લોકપ્રિય શો હતો, તેની ટીઆરપી પણ ઘણી ઊંચી હતી. પરંતુ સૌમ્યાએ તેને છોડી દીધું. આજે સૌમ્યા નવા માધ્યમો અજમાવી રહી છે.SS1MS