ભાગીને લગ્ન ન કરવા માટે સંચાલકે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી
મહેસાણા, મુખ્યમંત્રીએ આપેલા લવમેરેજના નિવેદનની ચારેબાજુ ચર્ચા છે. ત્યારે મહેસાણાના શાળા સંચાલકે એક અનોખું અભિયાન ચલાવ્યું છે. શાળા સંચાલક મંડળના પ્રમુખ મનુભાઈ ચોકસી જિલ્લાની તમામ શાળાના વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવે છે. જેમાં તેઓ કહે છે કે, ‘હું માતા-પિતાની સંમતિ વગર લગ્ન નહીં કરું.
અત્યાર સુધીમાં તેમણે ૨૦૦ કરતાં વધુ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવી છે. પ્રેમલગ્નને કારણે ઊભી થયેલી સ્થિતિ અને અપરિપક્વ વયે દીકરીઓ ભાગી જવાના બનાવોને રોકવા માટે અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. આ ઉપરાંત જિલ્લાની તમામ માધ્યમિક શાળામાં મનુભાઈ ચોકસી આ પ્રકારે પ્રતિજ્ઞા લેવડાવશે.
લગ્ન કરવાની ઉંમરમાં પણ વધારો કરવા માગણી કરી છે. જેમાં તેમણે યુવતીની લગ્ન માટેની ઉંમર ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવાનું કહ્યું છે અને યુવકની ઉંમર ૨૧થી વધારીને ૨૫ વર્ષ કરવા માટે જણાવ્યું છે.
આ ઉપરાંત ભાગીને લગ્ન કરનારની દીકરીના સાક્ષીમાં માતા-પિતાની સાક્ષી ફરજિયાત બનાવવાનો મુદ્દો પણ સંમેલનમાં મૂકવામાં આવશે. તેના પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ સિવાય જીઁય્ સભ્યોના તેજસ્વી વિદ્યાર્થીઓને સીએમના હસ્તે ઇનામ આપવામાં આવશે. આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યુ હતુ કે, ‘બંધારણ ન નડે એ રીતે દીકરીઓના પ્રેમ લગ્ન બાબતે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરીશું.’SS1MS