ડિંગુચાના પરિવારને ગેરકાયદે રીતે યુએસ મોકલનારો એજન્ટ ઝડપાયો
અમદાવાદ, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કેનેડામાં ગુજરાતી પરિવારના ચાર સભ્યોના થીજી જવાને લીધે મોત થયા હતા. ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં જ યુએસ-કેનેડાની બોર્ડર પર ચાર ગુજરાતીઓના મોત થયા હતા.
ગાંધીનગરના ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદે અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે સોમવારે મોડી રાત્રે ભાડજ સર્કલ પાસેથી ૪૭ વર્ષીય બોબી પટેલની ધરપકડ કરી છે.
કથિત રીતે તે પોતાના બીમાર સાથીદારને મળવા આવ્યો હતો ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, રાજ્યની મોનિટરિંગ સેલની એક ટીમ જે શહેરમાં જુગાર અને દારુના વેપલાની ગતિવિધિ પર નજર રાખી રહી છે તેમને બાતમી મળી હતી કે, ભાડજના એક ઘરમાં બોબી પટેલ જાેવા મળ્યો છે.
જે બાદ પોલીસ ઝડપથી ત્યાં પહોંચી ગઈ અને તેની ધરપકડ કરી હતી. આ કેસ સાથે સંકળાયેલા ગુજરાત પોલીસના એક ઓફિસરે જણાવ્યું, ભરત પટેલ ગુજરાતના સૌથી કુખ્યાત ઈલિગલ ઈમિગ્રેશન એજન્ટો પૈકીનો એક છે.
તેમી પાસે ૨૮ ગેરકાયદે પાસપોર્ટ છે અને તેમાંથી કેટલાકમાં તેની બાયોમેટ્રિક ઈન્ફોર્મેશન પણ છે. તેણે વિગતોમાં સામાન્ય ફેરફાર કરીને દેશના પશ્ચિમ ભાગમાં આવેલી પાસપોર્ટ ઓફિસોમાંથી થોડા થોડા સમયના અંતરે વિવિધ પાસપોર્ટો બનાવડાવ્યા હતા.
અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોની પાસપોર્ટ ઓફિસોમાંથી પણ તેણે પાસપોર્ટ બનાવડાવ્યા છે. તેણે દેશમાં પ્રવેશવા અને ત્યાંથી નીકળવા માટે આ પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. પોલીસે આગળ કહ્યું, ડિંગુચાના આ સ્થાનિકે ગામમાં નાના-મોટા કામ કરીને શરૂઆત કરી હતી. જે બાદ તે લોકોને ભારતથી યુએસ મેક્સિકો અને તુર્કીથી ગેરકાયદે માર્ગે મોકલવાનું શરૂ કર્યું હતું.
તેણે સૌથી પહેલા પોતાનું ઠેકાણું ડિંગુચા ગામમાં જ રાખ્યું હતું. બાદમાં તેણે દિલ્હી, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના માનવ તસ્કરો સાથે હાથ મિલાવ્યા હતા.SS1MS
1 thought on “ડિંગુચાના પરિવારને ગેરકાયદે રીતે યુએસ મોકલનારો એજન્ટ ઝડપાયો”
Comments are closed.