અંબુજા કંપનીના પ્રદૂષણને મુદ્દે ખેડૂત પરિવારનું કલેકટર કચેરીમાં આંદોલન
વેરાવળ, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામમાં આવેલ અંબુજા સીમેન્ટ કંપની દ્વારા ભૂમિ, વાયુ અને પાણીમાં પ્રદુષણ ફેલાવાતું હોવા અંગે અનેક ફરિયાદ બાદ પણ જવાબદાર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
જેના વિરોધમાં વડનગરના ખેડૂત પરિવારએ પોતાના પશુધન સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે આંદોલન શરૂ કર્યું છે. જયાં સુધી પ્રદુષણ મામલે કાર્યવાહી નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે.
The agitation of the farming family on the issue of pollution of the Ambuja Company
કોડીનારના વડનગરમાં રહેતા ખેડુત ભીખાભાઈ રામભાઈ પટાટ પોતાના પરીવારજનો અને પશુધન સાથે સવારે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. કચેરીના ગેઈટની સામે પોતાના પશુધન સાથે હાથમાં બેનર લઈ આંદોલન ઉપર બેસી ગયા હતા.
આ અંગે તેમણે જણાવેલ કે, વડનગર ખાતે આવેલ અંબુજા સીમેન્ટ કંપની દ્વારા ફેલાવાતા પ્રદુષણના કારણે ખેડૂતો ત્રસ્ત બની ગયા છે. કંપનીના પ્રદુષણ અંગે જવાબદાર તંત્રને અનેકવાર લેખીત-મૌખીક ફરીયાદો કરી હોવા છતાં આજદીન સુધી નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
જેથી પોઢેલા તંત્રના જવાબદારોને જગાડવ માટે ના છુટકે અમારે પશુધનને સાથે આંદોલન કરવા કોડીનારથી વેરાવળ આવવું પડયું છે. પશુધન એટલે લાવ્યા કે કંપનીના પ્રદુષણથી ખેડૂતો લોકો કરતા પણ વધારે મુશ્કેલી અબોલ પશુઓ સહન કરી રહ્યા છે.