અમેરિકાના રાજદૂતે ભારત-કેનેડા મુદ્દે આપ્યું મોટું નિવેદન
કેનેડાને લીધે ભારતના યુએસ સાથે સબંધ બગડી શકે ઃ ગાર્સેટી
નવી દિલ્હી, ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજજરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સબંધોમાં ટકરાવ જાેવા મળી રહ્યો છે ત્યારે અ્મેરિકાના ભારત સ્થિત રાજદૂત એરિક ગાર્સેટીએ એવી ચેતવણી આપી છે કે, કેનેડાના કારણે ભારત અને અમેરિકાના સબંધો ખરાબ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, કેનેડાનો આરોપ છે કે, ભારત દ્વારા નિજ્જરની હત્યા કરાવવામાં આવી રહી છે અને આ મુદ્દે બાઈડન સરકાર ભારત પર પણ દબાણ કરી રહી છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગાર્સેટીએ પોતાના દેશની સરકારને ચેતવણી આપી છે કે,
કેનેડા સાથે ભારતના રાજકીય વિવાદના કારણે ભારત અને અમેરિકાના સબંધોમાં થોડા સમય માટે ખટાશ આવી શકે છે. અમેરિકાએ ભારતીય અધિકારીઓ સાથેના પોતાના સંપર્કોને અનિશ્ચિત સમય માટે ઓછા કરવા પડશે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, આ ચેતવણી બાદ અમેરિકા સાવધ થઈ ગયુ છે.