ખેડબ્રહ્મા કોલેજમાં પૂર્વ વિદ્યાર્થી અને વાલીમંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ડી.ડી. ઠાકર આટ્ર્સ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મામાં તા.૬ /૪ /૨૪ને શનિવારના રોજ અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટના સહમંત્રી અને કેમ્પસ ડાયરેક્ટર તેમજ પૂર્વ પ્રિન્સિપાલ એન.ડી.પટેલ ના અધ્યક્ષસ્થાને પૂર્વ વિદ્યાર્થી અને વાલીમંડળની વાર્ષિક સાધારણ સભા તેમજ સ્નેહ સંમેલન સમારોહ યોજાઈ ગયો.
તેમાં સંસ્થાના કા.આચાર્ય ડૉ .વી. સી. નિનામાએ કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી, નિમંત્રિતોને શાબ્દિક-પરિચય સાથે આવકાર્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થી પરિષદના કન્વિનર ડૉ.કે.ડી.પટેલે શૈક્ષણિકવર્ષ ૨૦૨૩-૨૪ ની વાર્ષિક કામગીરીના અહેવાલનું વાંચન કર્યું હતું. એ પછી વર્ષ દરમિયાન સર્વોચ્ચ સિધ્ધિ મેળવેલ કુ. માનસી પટેલ, કુ. વિધિ રાવલ અને કલ્પેશ ગમારનું તેમજ પૂર્વ વિદ્યાર્થી પ્રિયંકા ખરાડીને પીએચ.ડી.થવા બદલ પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું,
એજ રીતે આ કોલેજના પૂર્વ વિદ્યાર્થી ડૉ.શક્તિસિંહ સોલંકીની અધ્યાપક સહાયક તરીકે આ કોલેજમાં નિમણુક થતા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, એ પછી પૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓએ પોતાનો પ્રતિભાવ આપીને વિદ્યાર્થી વિકાસ માટેના સૂચનો આપ્યા હતા. આ સાથે નવા જોડાયેલા અધ્યાપકોનો પરિચય કરાવવામાં આવ્યો હતો જયારે ડૉ. પ્રકાશ ગજ્જરે નવી પ્રવેશ પધ્ધતિ જીકાસ(ય્ઝ્રછજી) અંગેની સમજ આપી હતી.
ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો સમારોહ અધ્યક્ષ પૂર્વ પ્રિ. એન.ડી.પટેલ, અતિથિવિશેષશ્રી ધર્મેન્દ્ર ઠાકર, ટ્રસ્ટના મંત્રીશ્રી હરિહર પાઠક, સદસ્યશ્રી રાજાભાઈ પટેલ, પૂર્વ વિદ્યાર્થી અને વાલી મંડળના પ્રમુખશ્રી સતીશભાઈ પટેલ અને મંત્રીશ્રી ભરતભાઈ ચૌહાણે વિધ્યાર્થીઓના પ્રતિભાવો અને સુચનો આવકાર્યા હતા તેમજ જણાવ્યું હતું કે કોલેજ વિદ્યાર્થીનીપ્રગતિ માટે હંમેશા પ્રતિબધ્ધ છે
અને આપ સૌ પણ આ રીતે આ મંડળના માધ્યમથી કોલેજ સાથે સતત જોડાયેલા રહીને વિદ્યાકીય મદદ કરતા રહેશો. આ સભામાં અખ્તર સંધિ, રૂમાલભાઈ ધ્રાંગી,નીતિનભાઈ, સીમા સોની વગેરે અનેક પૂર્વ વિદ્યાર્થી અને વાલીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. કે.ડી. પટેલ, ડૉ. આર.જે. દેસાઈ અને મંજુ કે. ખેરે કર્યું હતું. આભાર દર્શન ભરતભાઈ ચૌહાણે કર્યું હતું.