મોટી ઇસરોલમાં ઈચ્છાપૂર્ણ રામદેવ મંદિરે પ્રથમ વાર્ષિક પાટોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે સમગ્ર ગામજનો દ્વારા આજરોજ વસંતપંચમીએ ઈચ્છાપૂર્ણ રામદેવ મંદિરે રણુજા નિજ સમાધિ મંદિરેથી લાવેલ અખંડ જ્યોત અને રામદેવજી પરિવાર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને આજે એક વર્ષ પૂરું થતાં એના પ્રથમ વાર્ષિક પાટોત્સવની ધામધૂમથી ઉમંગ ઉલ્લાસભેર ઉજવણની કરવામાં આવી હતી.
ઈચ્છાપૂર્ણ રામદેવ મંદિર અને મોટેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં આ પાટોત્સવના મંગલ અવસરે આજે દિવસે હવન-યજ્ઞ તેમજ મહિલા મંડળના ભજનો અને રાત્રીના જામા જાગરણ પાટ.ભજનકિર્તન અને પોયડા ભજન મંડળ, (તા.તલોદ,)ના ભજનિક અનિલ સિંહ ઝાલા અને સાથીઓ દ્વારા ભજન અને સંતવાણીના કાર્યકમનું આયોજન કરવામાં આવતા સૌ ગામજનો,ભાવિક -ભાઈ બહેનો અને દુર દુરથી ભક્તોનો મોટો મહેરામણ ઉમટી પડીને સૌએ એનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.