મણિપુરમાં આસામ રાઈફલ્સનું મોટું ઓપરેશન, ૧૦ ઉગ્રવાદી ઠાર

(એજન્સી)મણિપુર, મણિપુરના ચંદેલ જિલ્લામાં બુધવારે આસામ રાઈફલ્સની એક યૂનિટ સાથે ભારે અથડામણમાં કમસે કમ ૧૦ ઉગ્રવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ આ જાણકારી આપી છે અને કહ્યું કે, અભિયાન હજુ પણ ચાલું છે. the assam rifles gunned down 10 armed extremists in manipur chandel distric on thursday
સેનાની પૂર્વી કમાને સોશિયલ મીડિયા મંચ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે ભારત મ્યાનમાર સરહદ નજીક ચંદેલ જિલ્લામાં ન્યૂ સમતાલ ગામ નજીક સશસ્ત્ર ઉગ્રવાલીઓની અવરજવરની ગુપ્ત જાણકારી પર કાર્યવાહી કરતા આસામ રાઈફલ્સે બુધવારે એક અભિયાન શરુ કર્યું હતું.
સેનાએ જણાવ્યું હતું કે ઓપરેશન દરમિયાન, શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા સૈનિકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં ૧૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહીમાં મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
સેનાના જણાવ્યા અનુસાર, ઓપરેશન દરમિયાન, જ્યારે સૈનિકોએ વિસ્તારને ઘેરી લીધો, ત્યારે શંકાસ્પદ આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. જવાબમાં, સૈનિકોએ સંયમ અને વ્યૂહરચના સાથે ગોળીબાર કર્યો. આ એન્કાઉન્ટરમાં ૧૦ આતંકવાદીઓ માર્યા ગયા છે. સેનાએ એમ પણ કહ્યું કે મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોવાની શક્્યતાને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ કાર્યવાહી દરમિયાન કોઈ સૈનિક ઘાયલ થયાના સમાચાર નથી.