આઈપીએલ-૨૦૨૩ માટે ૧૬ ડિસેમ્બરે બેંગલુરૂમાં હરાજી થશે
મુંબઇ, ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન એટલે કે આઈપીએલ ૨૦૨૩ની હરાજીનું આયોજન ૧૬ ડિસેમ્બરે બેંગલુરૂમાં થશે. ત્રણ વર્ષ બાદ ટૂર્નામેન્ટના હોમ અને અવે ફોર્મેટની વાપસી થશે. આ વર્ષે દરેક ટીમ એક મુકાબલો હોમ અને એક અવે રમશે. આ ફોર્મેટ શરૂઆતથી ચાલી રહ્યું હતું પરંતુ કોરોનાને કારણે ૨૦૧૯ બાદ આ ફોર્મેટની સાથે ટૂર્નામેન્ટનું આયોજન થઈ શક્યું નહીં.
૧૬મી સીઝનની શરૂઆત માર્ચના છેલ્લા સપ્તાહમાં થઈ શકે છે. ૨૦૧૯ બાદ આગામી બે સીઝન ભારતની બહાર આયોજીત કરવામાં આવી હતી. ૨૦૨૧ની સીઝન ભારતમાં શરૂ થઈ હતી, પરંતુ વચ્ચે કોરોના સંક્રમણ આવ્યા બાદ સીઝનને યૂએઈ શિફ્ટ કરવી પડી હતી. ૨૦૨૨ની સીઝનનું આયોજન ભારતમાં થયું હતું, પરંતુ માત્ર ત્રણ શહેરમાં મેચો રમવામાં આવી હતી. પ્લેઓફનું આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ અને કોલકત્તાના ઈડન ગાર્ડનમાં કરવામાં આવ્યું હતું.
આઇપીએલ ૨૦૨૨ માટે મેગા ઓક્શનમાં ટીમોને ૯૦ કરોડ રૂપિયાનું સેલેરી પર્સ મળ્યું હતું, પરંતુ આ વર્ષની હરાજી માટે તેને ૯૫ કરોડ રૂપિયા આપવામાં આવી શકે છે. પાછલા વર્ષે મેગા ઓક્શન થયું હતું, પરંતુ આ સીઝન માટે મિની ઓક્શનનું આયોજન થશે.
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ પદેથી હટતા પહેલા ગાંગુલીએ સ્ટેટ એસોસિએશનને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે આ વખતે લીગનું આયોજન હોમ અને અવે ફોર્મેટમાં કરવામાં આવશે. તો આઈપીએલ ૨૦૨૩ના મિની ઓક્શન પહેલા ટ્રેડ વિન્ડો ખુલી ચુકી છે, જેમાં ટીમ ખેલાડીઓને રિલીઝ કરી શકે છે તો અન્ય ટીમોના ખેલાડીઓને પોતાની સાથે જાેડી શકે છે.HS1MS