Western Times News

Gujarati News

પ્રેક્ષકોને યોગ્ય દરે મનોરંજનની સાથે તાજગીનો અધિકાર પણ મળવો જાેઈએ

સિનેમાના માલિકોના વાંધાને ફગાવીદેતા ન્યાયાધીશોએ કહયું કે જયારે અંદર ખાધપદાર્થો વેચવામાં આવે છે, તો પછી બહારના ખોરાક પર પ્રતિબંધ મુકવાનો શું અર્થ છે ?

જુના જમાનામાં લોકો સિનેમા હોલમાં મગફળીીની સાથે બહારથી નાસ્તો લાવતા હતા.કારણ કે ભોજન મનોરંજનની સાથે સાથે જાય છે. પરંતુ આવા મોટા ભાગના નાના સિનેમા હોલ બંધ થઈ ગયા છે. અને મોલ કે માર્કેટમાં ફેરવાઈ ગયા છે. મલ્ટીપ્લેકની મોઘી ટીકીટો બહીષ્કારનો ટ્રેન્ડ અઅને પોપકોર્ન જેવી મોઘી ખાધ ચીજાેને કારણે શહેરી પ્રેક્ષકો પણ ટીવી અને ઓટીટીમાં મનોરંજન શોધવા લાગ્યા છે.જુલાઈ ર૦૧૮માં બે વકીલોની અઅરજી પર જમ્મુ અને કાશ્મીરર હાઈકોર્ટે સિનેમા હોલમાં બહારથી ખાધપદાર્થો લઈ જવાની મંજુરી આપી હતી. તે નિર્ણય સામે મલ્ટીપ્લેકસ એસોસીએશન ઓફ ઈન્ડીયાની અપીલ પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચુડની ખંડપીઠે રાહત આપી છે.

સુપ્રીમ કોર્ટના મત સિનેમા હોલ એક ખાનગી મીલકત છે. જયાં માલીકોને વ્યવસાય કરવાનો સંપૂર્ણ અધિકાર છે. એટલા માટે ફીલ્મ જાેવા આવતા લોકો પોતાની સાથે લાવેલું ભોજન હોલની અંદરર લઈ જવાનો આગ્રહ કરી શકતા નથી. સીનેમા માલીકોએ કહયું કે તમામ દશ્ર્કોએ પીવાનું શુદ્ધ પાણી પુરું પાડવાની જવાબદારી તેમની છે. નવજાત શિશુઓ માટે ઘરેથી લાવવામાં આવેલ ખોરાક લાવવાની પણ પરવાનગી આપવામાં આવી છે. અરજદારના વકીલે દલીલ કરી હતી. કે જયારે હોલની અંદરર ખાધપદાર્થો વેચવામાં આવે છેત્યારે બહારના ખોરાક પરપ્રતીબંધ મુકવાનો કોઈઅર્થ નથી. માલીકોના મતે બહારનું ખાવાનું લાવવા પર પ્રતીબંધ પાછળનું કારણ સિનેમા હોલની સુરક્ષા સાથે સ્વચ્છતાના મહત્વના મુદાઓ છે.

એ દલીલને પણ ફગાવી દીધી હતી કે સિનેમા ની ટીકી ખરીધા પછી દર્શકોને કરાર હેઠળ તેમનું ભોજન લઈ જવાની છૂટ છે. કોર્ટના કહેવા પ્રમાણે ટીકીટમાં કરાયેલા પેમેન્ટ પ્રમાણે તસવીરર જાેવાનો અધિકારર મળે છે. પરંતુ તેમાં ભોજન લેવાનો અધિકાર સામેલ નથી. મલ્ટીપ્લેકસની અંદર વેચાતી મોંઘી ખાધ ચીજવસ્તુઓ ખરીદવા પ્રેક્ષકો માટે કોઈ મજબુરી નથી. ચીફ જસ્ટીસે કહયું કે જાે કોઈ વ્યિીકત બહારથી જલેબી લાવે છે અને સીટ પર માથું લુછશે તોતે કેવી રીતે સાફ થશે. સીનેમા માલીક માટે. માથાના ેદુખાવો બની શકે છે. લીગલ મેટ્રોરલોજી એકટ અને તેના હેઠળ બનેલા દાયકા અનુસાર બોટલ્ડ વોટર અથવા ઠંડા પીણા વગેરેર એમઆરપી કરતા વધારે કિંમતે વેચી શકાતા નથી. આ સંદર્ભે ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ વિરૂધ્ધ ભારત સરકારના કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય છે.પરંતુ તે કાયદામાં સમોસા કે પોપકોર્ન જેવી છુટક વસ્તુઓના મોઘા દરને રોકવાની કોઈ જાેગવાઈ નથી. તેથી આ કેસોમાં પ્રેક્ષકો માટે ગ્રાહક અદાલતોમાંથી પણ રાહત મેળવવી મુશ્કેલ છે.

પરંતુ જમ્મુ-કાશ્મીર જેવો મામલો પાંચ વર્ષ પહેલા બોમ્બે હાઈકોર્ટે સમક્ષ આવ્યો હતો. ન્યાયાધીશોએ કહયું કે અંદર ખૂબ મોઘા મોલ વેચાય છે. ડીવીઝન બેન્ચે એપ્રીરલ ર૦૧૮માં કહયું હતું કે બહારથી ખાધપદાર્થો લાવનારા કોઈપ્રતીબંધ નથી. તેમના મતે ડાયાબીટીસ અને અન્ય રોગોથી પીડીત લોકો બહારના ખોરાક ખાઈ શકતા નથી, તેથી તેમને ઘરનો ખોરાક લેવાની છુટ આપવી જાેઈએ. સામાન્ય પ્રેક્ષકોને મુવી હોલમાં વેચાતા જંક ફુડ ખાવા માટે દબાણ કરી શકાય નહી. સિનેમાના માલીકોના વાંધાને ફગાવી દેતા ન્યાયાધીશોએઅ કહયું કે જયારે અંદર ખાધપદાર્થો વેચવામાં આવે છે, તો પછી બહારના ખોરાક પર પ્રતીબંધ મુકવાની શું અર્થ છે ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.