Western Times News

Gujarati News

ફિલ્મ ‘સ્ત્રી ૩ માટે દર્શકોએ લાંબી રાહ જોવી પડશે

મુંબઈ, ફિલ્મ ‘સ્ત્રી’ દર્શકોના દિલને સ્પર્શી ગઈ છે. તેના બીજા ભાગે પણ ભારે ધૂમ મચાવી હતી. હવે ચાહકો તેના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ રાજકુમાર રાવે તાજેતરમાં ખુલાસો કર્યાે છે કે તેમાં સમય લાગશે. તે કહે છે કે ફિલ્મ નિર્માતાઓ ઉતાવળ કરવા માંગતા નથી.

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ માટે ૨૦૨૪ ખૂબ જ ખાસ વર્ષ સાબિત થયું. તેની ફિલ્મ ‘સ્ત્રી ૨’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મે ૮૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની હતી. કહેવાની જરૂર નથી, હવે ચાહકો ‘સ્ત્રી’ ળેન્ચાઇઝીના ત્રીજા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેના વિશે એક અપડેટ છે.

રાજકુમાર રાવે ન્યૂઝ૧૮ શોષા સાથેની વાતચીતમાં સ્ત્રી ૩ વિશે વાત કરી, પરંતુ તેમના શબ્દો પરથી લાગે છે કે દર્શકોએ ત્રીજા ભાગ માટે થોડી વધુ રાહ જોવી પડશે.

રાજકુમાર રાવે કહ્યું, ‘સ્ત્રી ૩ ચોક્કસપણે બનશે , પરંતુ ટૂંક સમયમાં નહીં. અમે ચોક્કસપણે તે આવતા વર્ષે બનાવીશું નહીં, કારણ કે અમે માત્ર એક પ્રોજેક્ટ બનાવવા માંગતા નથી. કેટલીકવાર કોઈ ફિલ્મ સારું પ્રદર્શન કરે છે અને તમે તેનો બીજો કે ત્રીજો ભાગ બનાવીને તેનો લાભ લેવા માગો છો અને તમે તેને ઉતાવળમાં બનાવી દો છો. આ જ કારણે પહેલી ફિલ્મ પછી ‘સ્ત્રી ૨’ બનાવવામાં અમને ૬ વર્ષ લાગ્યાં.

અભિનેતાએ એમ પણ કહ્યું, ‘સ્ત્રી ૩ માં થોડો સમય લાગશે, પરંતુ ચોક્કસપણે છ વર્ષ નહીં. જ્યાં સુધી અમર (અમર કૌશિક – દિગ્દર્શક), લેખક દિનુ (દિનેશ વિજન – નિર્માતા) અને આખી ટીમ એક મહાન વાર્તા સાથે ન આવે ત્યાં સુધી, અમે તેમાં ઉતાવળ કરવા માંગતા નથી.

અમે એવી ફિલ્મ બનાવવા નથી માંગતા કે લોકો કહે કે ળેન્ચાઈઝીની ગુણવત્તા ઘટી રહી છે. અમે અમારી સીમાઓને આગળ વધારતા રહેવા માંગીએ છીએ અને ત્રીજા ભાગને એક સ્તર ઉપર લઈ જવા માંગીએ છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.