ઓસ્ટ્રેલિયા સરકારે નવી માઇગ્રેશન સ્ટ્રેટેજી જાહેર કરી
નવી દિલ્હી, બ્રિટન અને કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના વિઝા નિયમો કડક બનાવ્યા છે. હવે આ ત્રણેય દેશોના વિઝા મેળવવામાં ભારતીયોને મુશ્કેલી પડી શકે છે. ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કુશળ શ્રમિકો માટેના વિઝાના નિયમો કડક કરવાની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયાએ આગામી બે વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા અડધી કરવાના લક્ષ્યાંકના ભાગરૂપે આ ર્નિણય લીધો હતો. નવા નિયમોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અંગ્રેજી પરીક્ષામાં ઉચ્ચ રેટિંગ મેળવવાની જરૂર પડશે.
ઉપરાંત જે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં લાંબા સમય સુધી રહેવા ઈચ્છે તો તેમના બીજી વખતના વિઝામાં ઊંડાણપૂર્વકની તપાસ કરાશે. ઓસ્ટ્રેલિયન સરકારે કહ્યું કે દેશના ભવિષ્ય માટે તેમજ દેશમાં વધતી જતી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો કરવાની અમારી રણનીતિ છે. ઓસ્ટ્રેલિયાએ ૨૦૨૨-૨૦૨૩માં ઈમિગ્રેશનોની સંખ્યા રેકોર્ડ ૫.૧૦ લાખ નોંધાયા બાદ આ ર્નિણય લીધો છે.
૨૦૨૨-૨૩માં ઈમિગ્રેશનોની સંખ્યામાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નોંધાયા હતા. બ્રિટન બાદ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ભારતીય મૂળના લોકો રહે છે. ઓસ્ટ્રેલિયા માઇગ્રેશન માટે નવા નિયમો બનાવશે. આ અંતર્ગત ઓસ્ટ્રેલિયા જવા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની અંગ્રેજી ભાષામાં નિપુણતાના ટેસ્ટનો સમાવેશ કરવામાં આવશે. આ બાબતથી પરિચિત લોકોએ સોમવારે (૧૧ ડિસેમ્બર) જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓ અથવા વ્યાવસાયિકો પર તેની કોઈ પ્રતિકૂળ અસર થવાની અપેક્ષા નથી.
નામ ન છાપવાની શરતે તેમણે કહ્યું કે આ સુધારાથી ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો કર્યા પછી ઓસ્ટ્રેલિયામાં અસ્થાયી રૂપે રહેવા, અભ્યાસ કરવા અને કામ કરવાની તકો બદલાશે નહીં. તેમણે કહ્યું કે આ સુધારાઓથી અર્ધ-કુશળ કામદારો માટે એક નવો રસ્તો ખોલવાની પણ અપેક્ષા છે. ભારતીય નાગરિકોને તેનો લાભ મળશે.
ઓસ્ટ્રેલિયન સરકારે સોમવારે માઇગ્રેશન સ્ટ્રેટેજી જાહેર કરી હતી. આના દ્વારા વર્તમાન પ્રણાલીમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે, જેથી દેશની ભવિષ્યની જરૂરિયાતોને પૂરી કરી શકાય. આ સુધારાનો હેતુ સ્કિલ માઇગ્રેશન અને પ્રતિભાશાળી લોકોને મેનેજ કરવાનો છે. ઓસ્ટ્રેલિયન સરકારે કહ્યું કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર કોઈ મર્યાદા રહેશે નહીં.
આના દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવશે કે વિદ્યાર્થીઓ એવા અભ્યાસક્રમો માટે રજીસ્ટ્રેશન કરાવીને લાંબા સમય સુધી ઓસ્ટ્રેલિયામાં રહેવાનો પ્રયાસ ન કરે જે તેમને કોઈ કામના નથી. લોકોએ કહ્યું કે આ સુધારાઓ ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર કરનારાઓના જીવનસાથી અથવા આશ્રિતોના પ્રવેશ પર કોઈ પ્રતિબંધ લાદશે નહીં, જાે કે તેઓએ કેટલીક આવશ્યકતાઓને પૂર્ણ કરવી પડશે.
આ અંગે ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલિપ ગ્રીને જણાવ્યું હતું કે ઈઝ્ર્છ હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રતિબદ્ધતાઓને નવી માઇગ્રેશન પોલિસી હેઠળ જાળવી રાખવામાં આવશે. આનો અર્થ એ છે કે ભારતીય વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ ડિગ્રી પૂર્ણ કરવા માટે બે વર્ષ, માસ્ટર ડિગ્રી પૂર્ણ કરવા માટે ત્રણ વર્ષ અને પીએચડી પૂર્ણ કરવા માટે ચાર વર્ષ માટે કામચલાઉ સ્નાતક વિઝા પર રહેવા માટે લાયક રહેશે. ઓગસ્ટ ૨૦૨૩ સુધી ઓસ્ટ્રેલિયામાં ૧ લાખ ૨૦ હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા.SS1MS