ખેતરમાં આવી ચઢેલા મગરના બચ્ચાનું સલામત રીતે રેસ્ક્યું કરાયું
(પ્રતિનિધિ)શહેરા, ચોમાસાની ચાલી રહેલી સિઝનમાં સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે.શહેરા તાલુકાના દલવાડા ગામના પીપળીયા ફળીયાના ખેતરમાં એક મગરનૂં બચ્ચુ આવી જતા સલામત રીતે રેસ્ક્યુ કરીને છોડી દેવામા આવ્યુ હતુ.
શહેરા તાલુકાના દલવાડા ગામના પીપળીયા ફળીયામાં રહેતા પગી અર્જનભાઈ ધીરાભાઈ પોતાના ખેતરમાં ડાંગરની રોપણી કરી રહ્યા હતા.તે સમયે મગરનું બચ્ચૂ દેખાતા તેમણે વનવિભાગને જાણ કરી હતી.જેમા શહેરા વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફીસર આર.વી.પટેલના માર્ગ દર્શન હેઠળ
મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમી ના ચીફ કોર્ડીનેટર મનજીત વિશ્વકર્મા તેમજ તેમની ટીમ દ્વારા દલવાડા ગામે જઇને ખેતરમાં સલામત રીતે મગરના બચ્ચાને ઝડપી પાડ્યુ હતૂ. અને જંગલ વિસ્તારના તળાવ માં સલામત રીતે છોડી દેવામા આવ્યો હતૂં.