મહિલાઓના પગ જોઈ તેમની સુંદરતા નક્કી થતી
નવી દિલ્હી, મહિલાઓને હંમેશા સમાજ એક વસ્તુ તરીકે જાેતો આવ્યો છે. તેમને શું પહેરવું જાેઈએ, શરીર કેટલું ઢાંકી રાખવું જાેઈએ, ક્યારે મોં ઢાંકવું જાેઈએ, ક્યારે નહીં, આ બધું પુરુષ પ્રધાન સમાજની દેન છે. લોકોના મનમાં એવી ભાવના બેસી ગઈ છે કે, ગોરી મહિલા જ સુંદર હોય છે, આ જ કારણે કેટલીય ક્રીમના પ્રચારમાં પણ ગોરા કરવા માટે કહેવામાં આવે છે.
મિસ વર્લ્ડ, મિસ યૂનિવર્સ જેવી કંપ્ટીશનમાં પણ મહિલાઓની સુંદરતા તેના આધાર પર કરવામાં આવે છે. પણ શું આપ જાણો છો કે, જૂના જમાનામાં મહિલાઓના ચહેરાની સુંદરતા તો છોડો, લોકો મહિલાઓના પગની સુંદરતા પર ખૂબ ધ્યાન આપતા હતા. આજે અમે આપને એક અજીબોગરીબ કોમ્પીટીશન વિે વાત કરવા જઈ રહ્યા છે, જે વર્ષો પહેલા થતી હતી અને તેમાં મહિલાઓના પગ જાેવામાં આવતા હતા.
સોશિયલ મીડિયા પર મોટા ભાગે અમુક બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો વાયરલ થતી રહે છે. જેમાં અમુક પુરુષ મહિલાઓના પગ જાેઈને તેમને પોઈન્ટ આપતા હોય છે. હાલમાં જ ટિ્વટ અકાઉન્ટ @info_tale પર આવી જ તસ્વીરો પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં મહિલાઓના પગને જાેઈને એક સૂટ-બૂટ પહેરેલ વ્યક્તિ તેને પોઈન્ટ આપી રહ્યો છે. નવાઈની વાત એ છે કે, આ તસ્વીરમાં મહિલાઓના ચહેરાઓને છુપાવી રાખ્યા છે, ફક્ત તેમના પગ દેખાઈ રહ્યા છે.
અકાઉન્ટ પરથી દાવો કર્યો છે કે, આ ફોટો ૧૯૫૦માં ફ્રાન્સમાં પૈરિસમાં ચાલી રહેલા સૌથી સુંદર પગની કોમ્પીટીશન કરી છે. નિશ્ચિતપણે આ તસ્વીર ચોંકાવનારી છે, પણ આવી અનેકો તસ્વીરો આપને જાેવા મળી જશે.
ડેલી મેલ ન્યૂઝ વેબસાઈટની વર્ષ ૨૦૧૫ના એક રિપોર્ટ અનુાર, જૂના જમાનામાં ઈંગ્લેન્ડ અને યૂરોપના કેટલાય અન્ય દેશોમાં, સૌથી સુંદર પગની કમ્પીટીશન થતી હતી, જે મહિલાઓ માટે આયોજીત કરવામાં આવતી હતી. આ કમ્પીટીનશમાં મહિલાઓના પગ, ખાસ કરીને તેમના ટાંગાને જાેઈને તેમને માર્ક્સ આપવામાં આવતા હતા, બાદમાં સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરનારી મહિલા વિજેતા બનતી હતી. રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડમાં કમ્પીટીશન ખૂબ જ મોટા સ્તર પર થતી હતી.
૧૯૩૦ દરમ્યાન આ કમ્પીટીશનનો ફોટો પણ વાયરલ થતો રહે છે. મહિલાને પડદા પાછળ ઊભી રાખવામાં આવતી હતી. જેનાથી તેમનો ચહેરો અને શરીર છુપાઈ રહે. બાદમાં તેમના પગ ખાસ કરીને ઘૂંટણ બહાર રાખવામાં આવતો હતો. ત્યારે હરીફાઈના જજ, જે ખાસ કરીને પોલીસકર્મી હતા, જે પગ જાેઈને પોઈન્ટ આપે છે.
૧૯૪૦ સુધી આ કંપ્ટીશન ચાલી રહી હતી બાદમાં પડદો હટાવી દેવામાં આવ્યો અને મહિલાઓના શરીરની સાથે સાથે તેમના વ્યક્તિત્વ પર પણ પોઈન્ટ આપવામાં આવ્યા.SS1MS