મહાદેવને સિગારેટ ચડાવવાની માન્યતા પ્રચલીત
અમદાવાદ, વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતા આ શહેરમાં અનેક મંદિરો આવેલા છે. દરેક મંદિર પોતાનો આગવો ઇતિહાસ ધરાવે છે.અમદાવાદનું દૂધેશ્વર બ્રિજ નીચે સ્મશાનની બાજુમાં ચંદ્ર ભોલેશ્વર મહાદેવ મંદિર આવેલું . જેનો ઇતિહાસ અઘોરી સાથે જોડાયેલા છે.
આ અંગે લોકલ ૧૮ને મંદિરના પૂજારી જયેશ લંકેશ મહારાજે માહિતી આપી છે. મંદિરમાં વર્ષોથી સેવા કરતાં જયેશ લંકેશ મહારાજે જણાવ્યું કે, એક લોકવાયકા મુજબ મંદિર જે જગ્યાએ આવેલું છે, તે જગ્યા દધીચિ ઋષિની કર્મભૂમિ છે. દધીચિ ઋષિએ અહીંયા તપ કર્યું હતું.
આ ઉપરાંત અહીંથી જ દેવરાજ ઈન્દ્રને વજ્ર બનાવવા માટે દધીચિ ઋષિએ પોતાના અસ્થિનું દાન કર્યું હતું. ત્યારબાદ અઘોરીઓ દ્વારા મહાદેવની પૂજા કરીને અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. જેને ચંદ્ર ભોલેશ્વર નામ આપવામાં આવ્યું છે. જયેશ લંકેશ મહારાજે આગળ જણાવ્યું કે, આ મંદિરમાં પહેલા માત્ર અઘોરીઓ જ આવતા હતા. અહીં આજે પણ ભોલેનાથને સિગરેટ ચડાવવામાં આવે છે.
આજે પણ પરંપરાના ભાગરૂપે અઘોરીઓ અહીં આવીને મહાદેવની પૂજા કરે છે. દર સોમવારે અહીં ભોલેનાથને જુદો જુદો શણગાર પણ કરવામાં આવે છે. સાથોસાથ ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે. અહીં દૂર દૂરથી ભક્તો મહાદેવના દર્શને આવે છે.
જેમની ભોલેનાથ મનોકામના પૂરી કરે છે. ભક્તોની અવરજવર અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મંદિરનું પૂનઃ નિર્માણ કરવામાં આવ્યું છે.SS1MS