અંક્લેશ્વર ONGC કોલોની ખાતે જિલ્લાના સૌથી મોટા રાવણનું દહન
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના ઓએનજીસી મેદાન ખાતે કુંભકર્ણ, મેઘનાથ અને રાવણના પુતળાનું દહન કરી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમી નિમિત્તે ભરૂચમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી.આસુરી શકિત પર દૈવી શકિતના વિજયના વધામણા લેવા માટે ભરૂચ શહેર અને જીલ્લામાં ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો આયોજીત કરાયા હતા.
ત્યારે અંકલેશ્વરના ઓએનજીસી મેદાન ખાતે છેલ્લા ૪૮ વર્ષથી રામલીલા સમિતિ દ્વારા ભરૂચ જીલ્લામાં સૌથી મોટા રાવણનું દહન આયોજ કરવામાં આવી રહ્યું છે ત્યારે ચાલુ વર્ષે પણ રાવણ દહનનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા અને જયશ્રી રામના નારા લગાવ્યા હતા.
માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીની પુર્ણાહુતી સાથે જ આજે વિજ્યાદશમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આજના દિવસે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો.ત્યારે અસત્ય પર સત્યના વિજયના આ પર્વનું ઘણું જ મહત્વ રહેલું છે.
ત્યારે અંક્લેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ઝઘડિયાના છ જેટલા કારીગરો એ ૫૦ દિવસથી કોળા કાગળ,વાંસ ના બાંબુ,પસ્તી પેપર, સાડી તેમજ કલરનો ઉપયોગ કરી ૪૭ ફુટ ઉંચા મેઘનાથ અને કુંભકર્ણ તેમજ ૫૦ ફુટ ઉંચા રાવણના પૂતળા તૈયાર કરવામાં આવ્યા હતા.જે વિજયાદશમીના દિને સંધ્યાકાળના સમયે રામલીલા સમિતિ દ્વારા રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે રામલીલાનું અંતિમ ચરણમાં રામ દ્વારા રાવણના વધનું દ્રશ્ય ભજવાયું હતું અને અંતે રાવણના વધ સાથે ઓએનજીસી એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે અને રામલીલાના કલાકારો ઙ્મની ઉપસ્થિતિમાં પ્રથમ ૪૭ ફુટ ઉંચા મેધનાથ ત્યાર બાદ કુંભકર્ણ અને ૫૦ ફુટ ઉંચા રાવણના પુતળાનું દહન કરવમાં આવ્યું હતું અને અસત્ય પર સત્યના વિજ્યરૂપી આ કાર્યક્રમને અનુલક્ષીને વિજયાદશમીની સૌને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈ,પ્રોબેશનલ ડીવાયએસપી સુજીતા પટેલ સહિત ઓએનજીસીના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત જનમેદની ઉપસ્થિત રહ્યા હતા.