સરસંઘ ચાલક ગુરુજી તથા શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવાઇ
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, છત્રપતિ શિવાજી મહારાજ તથા દ્વિતીય સરસંઘચાલક ગુરૂજીની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ/ બજરંગ દળ વડાલી પ્રખંડ દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઉપસ્થિત પુજ્ય મહંત ૧૦૮ શ્રી મંગલપુરીજી મહારાજ દેવ દરબાર ગંભીરપુરા (ઈડર), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તાલુકા કાર્ય વાહ સુરેશભાઈ સોની, સંધ સંચાલક મુકેશભાઈ સોની, વિશ્વ હિન્દુ પરિષદ સહમંત્રી પરેશભાઈ સોલંકી, મંત્રી જનકભાઈ ચૌધરી, બજરંગદળ સંયોજક રમેશભાઈ સગર, સહ સંયોજક શિવાભાઈ સગર, અધ્યક્ષ ઈશ્વરભાઈ સગર, ગંભીરપુરા જીવદયા ઉપેન્દ્ર સિંહ પરમાર તથા સર્વ કાર્યકર્તાઓએ. કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. તથા મંગલપુરીજી મહારાજ દ્વારા સર્વ બજરંગીઓને આવનાર સમય માં છત્રપતિ શિવાજી મહારાજ, ગુરૂજી ના જીવન માંથી પ્રેરણા મેળવી ધર્મ ની રક્ષા માટે આહવાન કરવામાં આવ્યું હતું.