Western Times News

Gujarati News

રપ ઓગષ્ટથી એક સપ્તાહ સુધી BJP નવા મતદારોની નોધણી માટે ઝુંબેશ યોજશે

(એજન્સી)ગાંધીનગર, લોકસભા ચુંટણી ર૦ર૪ પહેલાં કેન્દ્રીય ચુંટણી પંચના નિર્દેશો મુજબ દેશભરમાં મતદાર યાદી સુધારણા માટે ખાસ કાર્યક્રમ શરૂ થયો છે. એની સાથોસાથ ભારતીય જનતા પાર્ટીએ પણ દેશભરમાં વિશાળ સંગઠનના નેટવર્કના ઉપયોગ નવા મતદારો અને યુવા મતદારોને મતદાર બનાવી મતદાન કરવાનો પ્રેરવાના ઉદેશ સાથે ઘરે ઘરે જઈ સંપર્ક કરવા મતદાર ચેતના અભિયાનનો આરંભ કરવા જઈ રહયો છે.

રપ ઓગષ્ટથી રાજયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહીતના પદાધિકારીઓ જનપ્રતીનીધીઓથી લઈને બુથ પ્રમુખ સહીતના કાર્યકરો આ ઝુંબેશ હેઠળ ઘરે ઘરે જઈ ૧૮ વર્ષ પુરાં કરનારા યુવાઓનાં ફોર્મ ભરાવશે અને લોકસભામાં મહત્તમ મતદાન કરવા સૌને જાગૃત કરશે.

રાષ્ટ્રીય સ્તરે જાહેર થયેલા કાર્યક્રમ મુજબ દરેક રાજયમાં મતદાર ચેતના અભિયાન અંગે સંગઠનના દરેક સ્તરે પ્રશિક્ષણ સાથે માર્ગદર્શન આપી તૈયારી કરવાના ભાગરૂપે ગુજરાતમાં શનીવવારે પ્રદેશ સ્તરની કાર્યશાળા કમલમ કોબા ખાતે યોજાઈ હતી. લોકસભાના સાંસદ અને ગુજરાતમાં અભિયાનના પ્રભારી રેખા વર્મા પ્રત્યેક જીલ્લાના પાંચ પાંચ કાર્યકરોની કાર્યશાળામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

આ પુર્વ પત્રકાર પરીષદમાં વર્માએ અભિયાનનો હેતુ સમજાવ્યો હતો. ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફીયાને જણાવ્યું હતું કે, મતદાર જાગૃતિ માટે દરેક જીલ્લામાં ર૧ ઓગષ્ટના રોજ મતદાતા નોધણી માટે વર્કશોપ યોજાશે. રરથીર૪ દરમ્યાન દરેક તાલુકા સ્તરે તથા

રપ-ર૬ ઓગષ્ટે પ્રદેશ સ્તરના આગેવાનો પદાધિકારીઓથી લઈને બુથ પ્રમુખ સ્તરના કાર્યકરો ઘરે જઈ આ અભિયાન હેઠળ નવા મતદારોની મતદાર યાદીમાં નામ નોધણી સામે નામ ટ્રાન્સફર નામ કમીના ફોર્મ ભરાવા જેવી કામગીરી કરાશે. ૩૧ ઓગષ્ટ સુધી આ અભિયાન ચલાવાશે. દરેક સાંસદ અને ધારાસભ્ય મતવિસ્તારોમાં વિશેષ વાન સાથે અભીયાન યોજાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.