આધેડ વયના પુરુષની હત્યા કરી લાશ અવાવરું ખુલ્લા પ્લોટમાં ફેકી દીધી
આનંદ નગરમાંથી ધડથી માથું અલગ કરાયેલી અર્ધ બળેલી લાશ મળી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના આનંદ નગર વિસ્તારમાં આવવાનું જગ્યાએથી ધરતી માથા વગરની એક લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. અજાણ્યા પુરુષની લાશ ૧૫ દિવસ જૂની હોવાનું અંદાજ લગાવાઇ રહ્યો છે. ત્યારે ઘટના અંગે જાણ થતા એફએસએલ અને આનંદ નગર પોલીસે મૃતદેહની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે. The body of a middle-aged man was murdered and dumped in an open plot
આનંદનગર વિસ્તારમાં પાંચા તળાવ પાસેથી અજાણ્યા ઇસમનો ઘડથી માથા વગરનો મૃતદેહ મળ્યો છે. મૃતદેહ ૧૫ દિવસનો પહેલાનો અસહ્ય દુર્ગંધ આવતા પોલીસને જાણ કરાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી વહેલી સવારે પોલીસને સ્થાનિકો તરફથી એક કોલ મળ્યો હતો કે હંસ રેસીડેન્સી નજીક આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી અસહ્ દુર્ગંધ આવી રહી છે.
જેને પગલે આનંદ નગર પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે જાેતા એક ખુલ્લા પ્લોટમાં અવાવરું જગ્યાએ પુરુષનો મૃતદે પડ્યો હતો. ધડથી માથા વગરનો આ મૃતદેહ જાેઇ પહેલા તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. બાદમાં આસપાસના સ્થાનિકો અને પોલીસને જાણ કરનાર વ્યક્તિથી માહિતી એકત્રિત કરી પોલીસે તપાસ શરૂ કરી હતી.
બનાવ અંગે પોલીસને જાણ થતા જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તરફથી મળતી વિગતો અનુસાર આધેડ વયના આ પુરુષની લાશ અહીંયા કોઈ હત્યા કરીને ફેંકી ગયું હોવાનું સામે આવ્યું છે. પરંતુ હત્યા કરી મૃતદેહને અવાવરુ જગ્યાએ ફેંકી જનારા ઈસમોને શોધવા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય દિશામાં તપાસ કરવા અલગ અલગ ટીમો કામે લગાડી છે.
આનંદ નગર વિસ્તારમાં આવેલા પાંચા તળાવ પાસેનું આ બનાવ પોલીસને વહેલી સવારે જાણ થતા પોલીસે પ્રાથમિક તબક્કે પોલીસે એફએસએલ ટીમની પણ મદદ લઈ તપાસ શરૂ કરી હતી. હ્લજીન્ ની ટીમ અને પોલીસની પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે અંદાજિત ૧૫ દિવસ પહેલાનો મૃતદેહ આ અવાવરું ખુલ્લા પ્લોટમાં અજાણ ઇસમો ફેંકી ગયા હોઈ શકે છે.