મુંબઈ હાઈકોર્ટે ‘હમારે બારાહ’ના વિવાદાસ્પદ ડાયલોગ ડિલીટ કરવા આદેશ કર્યાે
મુંબઈ, અન્નુ કપુરની ‘હમારે બારાહ’નું ટ્રેઇલર લાંચ થયું તે પહેલાંથી આ ફિલ્મ અલગ અલગ વિવાદોમાં સપડાતી રહી છે. આ ફિલ્મ ૭ જૂને રિલીઝ થવાની હતી, પરંતુ રિલીઝ પહેલાં જ ૫ જૂને બામ્બે હાઇકોર્ટે આ ફિલ્મ પર ૧૪ જૂન સુધી સ્ટે ઓર્ડર આપી દીધો છે.
પરંતુ ૭ જૂને ફિલ્મના મેકર્સ વિવાદાસ્મપદ ડાયલોગનો સીન ડિલીટ કરવા રાજી થયા બાદ રિલીઝ કરવાની મંજુરી મળી ગઈ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક અંદરના સૂત્રના જણાવ્યા અનુસાર, “આ એક અભૂતપૂર્વ કે રેર ઘટના છે, જ્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા પાસ થયેલી ફિલ્મમાં વધારે કટ કરવાનો ઓર્ડર અપાયો હોય.
સામાન્ય રીતે જ્યારે કોઈ પણ આ રીતે કોઈ ફિલ્મની વિરુદ્ધ કોર્ટમાં કોઈ અરજી થાય તો તેને મહત્વ અપાતું નથી અને એવું કહેવામાં આવે છે કે ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા મંજુર કરવામાં આવે છે.” જોકે, કોર્ટે ચુકાદામાં કહ્યું છે, “અમારું એવું મંતવ્ય છે કે જો અમ સીબીએફસી દ્વારા મંજુર કરાયેલી ફિલ્મો પર આ અરજીની જેમ મંજુરી આપતા રહીશું તો તેનાથી ફિલ્મ પ્રોડ્યુસર્સને બાનમાં લેવા પ્રયત્ન કરશે.”
સેન્સર બોર્ડ દ્વારા પહેલાં જ આ ફિલ્મમાં ૩ કટ કરાવાયા હતા. ફિલ્મની શરૂઆતમાં ‘અલ્લા હુ અકબર’ના નારા હતા, જેને મ્યુટ કરવામાં આવ્યા હતા. આ સિવાય એક ડાયલોગ “શોહર મઝાઝ-એ-ખુદા હોતા હૈ ઔર મઝાઝ-એ-ખુદા કે ખિલાફ જાના કુફ્રા હૈ, કુફ્રા કી સહા મૌત હૈ” અને “ઔરત સલવાર કે નાડે કી તરાહ હોની ચાહિએ, જબ તક અંદર રહેગી, બહેતર રહેગી.”
અઝર બાશા તંબોલી દ્વારા કરવામાં આવેલી અરજી મુજબ, દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મમાં સિનેમેટોગ્રાફ એક્ટ ૧૯૫૨ની જોગવાહીનો સદંતર ભંગ કરવામાં આવ્યો હતો. કુરાનની એક પંક્તિના આધારે આ ફિલ્મમાં મુસ્લિમ સમાજની પરિણીત મહિલાઓને સમાજમાં એક સ્વતંત્ર વ્યક્તિ તરીકેનો કોઈ અધિકાર નથી.
અરજી કરનારના મતે, ફિલ્મના મેકર્સ દ્વારા આ પંક્તિ અંગે ગેરસમજ કરવામાં આવી છે. ‘હમારે બારાહ’ ફિલ્મનું નામ પહેલાં ‘હમ દો હમારે બારાહ’ હતું, પરંતુ રિવાઈઝિંગ કમિટીએ સૂચન કર્યું કે તે બદલીને મહિલા કેન્દ્રી કરવું જોઈએ. તેમને એક જાહેર ચેતાવણી ઉમેરીને સીબીએફસી સમક્ષ‘મહિલાઓના લગ્ન’ અંગેના ડાયલોગ વિશે કુરાન અને ઇસ્લામિક સંસ્કિના સંદર્ભાે આપવા કહેવાયું હતું.
આગળ, સીબીએફસી દ્વારા ‘બાઝારુ ઔરત’ શબ્દને બદલવો અને ‘ઇસ્લામ’ના બદલે ‘મઝહબ’ શબ્દ ઉમેરવા કહેવાયું હતું. ફિલ્મમાં મૌલાના દ્વારા એક ડાયલોગ બોલવામાં આવે છે, ‘અપની ખેતી કરો..જ્યાદા સે જ્યાદા મુસલમાન પૈદા કરો.’ ડિલીટ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત એક વિવાદાસ્પદ ડાયલોગ પણ ડિલીટ કરવામાં આવ્યો હતો. એ હતો, ‘ગાય કા મૂત પિલાયેંગે ઔર હિન્દુ બનાયેંગે’. આ ઉપરાંત અમુક અભદ્ર શબ્દ અને ‘મા કો અલ્લાહ સે ઉપર દર્જા દિયા હૈ, અલ્લાહ’ને પણ મ્યુટ કરી દવાયો હતો.SS1MS