સ્પાઈડરમેનથી પ્રભાવિત થઈ છોકરાએ સ્કૂલના પહેલા માળથી છલાંગ લગાવી

કાનપુર, આઠ વર્ષના છોકરાએ કોમિક હીરો સ્પાઈડરમેનથી પ્રભાવિત થઈને પોતાની સ્કૂલની બિલ્ડિંગના પહેલા માળથી છલાંગ લગાવી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. the boy jumped from the first floor of the school impressed by Spiderman
છોકરાનું નામ વિરાટ બાજપાઈ છે અને તેના પિતા આનંદ બાજપાઈ મેડિકલ સ્ટોર ચલાવે છે અને બાબુપુર્વા કોલોનીમાં રહે છે. તે કિદવઈ નગર એચ-૨ બ્લોક સ્થિત વિરેન્દ્ર સ્વરુપ એજ્યુકેશન સેન્ટર સ્કૂલમાં ધોરણ ૩માં અભ્યાસ કરે છે. આનંદના જણાવ્યા પ્રમાણે, તેમનો દીકરો બુધવારે સ્કૂલે ગયો હતો.
‘તેના મિત્રોના જણાવ્યા પ્રમાણે, તે કોમિક હીરો સ્પાઈરમેનથી પ્રભાવિત હતો અને હંમેશા તેના સ્ટંટ વિશે વાત કરતો રહેતો હતો. થોડા સમય બાદ તે પાણી પીવા માટે બહાર ગયો હતો અને સ્પાઈડરમેનની જેમ સ્ટંટ કરવા માટે કથિત રીતે સ્કૂલની બિલ્ડિંગના પહેલા માળથી કૂદી ગયો હતો’, તેમ આનંદે વાતચીતમાં કહ્યું હતું.
પહેલા માળથી છલાંગ લગાવનારા વિરાટને ગંભીર ઈજા પહોંચી હતી, જે બાદ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તરત જ તેને નજીકની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કિદવાઈ નગર પોલીસ સ્ટેશનના ઈન-ચાર્જ પ્રદીપ સિંહે કહ્યું હતું કે, વિદ્યાર્થીના પરિવારજનોએ સ્કૂલ મેનેજમેન્ટ સામે કોઈ ફરિયાદ નોંધાવી નથી.
‘વિદ્યાર્થીના માતા-પિતાએ કહ્યું હતું કે, તે તેમના દીકરાની ભૂલ હતી અને સ્કૂલ તરફથી કોઈ બેદરકારી નહોતી. સીસીટીવી વીડિયોમાં કંઈ જ શંકાસ્પદ જાેવા મળ્યું નહોતું’ તેમ તેમણે ઉમેર્યું હતું. ડોક્ટરોએ કહ્યું હતું કે, બાળકનું જડબુ અને આગળના ચાર દાંત તૂટી ગયા છે. તેને હોઠ પર ઈજા પહોંચી છે અને ઘૂંટણની ચામડી ફાટી ગઈ છે અને અન્ય ભાગ પર પણ કેટલીક ગંભીર ઈજા થઈ છે.
કેટલાક રિપોર્ટ્સમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓ વચ્ચે સુપરહીરોની જેમ કૂદવાની વાત થઈ હતી અને તેમાં શરત લાગી હતી. શરત લગાવવા પર વિરાટને તે કોઈ સુપરહીરોથી ઓછો ન હોવાનું લાગ્યું હતું. કોઈ કંઈ સમજે તે પહેલા જ તે પહેલા માળથી કૂદી પડ્યો હતો. આ ઘટનાથી સ્કૂલમાં હડકંપ મચી ગયો હતો.
મહારાષ્ટ્રના ભિવંડીમાં ગુરુવારે સાંજે મિત્રો સાથે સંતાકૂકડી રમતી વખતે ૧૨ વર્ષનો છોકરો બિલ્ડિંગના છઠ્ઠા માળથી પટકાયો હતો. જાે કે, નસીબજાેગે તે નીચે પાર્ક કરેલી રિક્ષા પર પડ્યો હતો અને તેને સામાન્ય ઈજા પહોંચી હતી. ભિવંડીમાં રહેતો છોકરો છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે અને ગુલજાર નગરમાં બની રહેલી નવી બિલ્ડિંગના બાલ્કની એરિયામાં સંતાયો હતો.
તે સમયે તેણે બેલેન્સ ગુમાવ્યું હતું અને નીચે પડ્યો હતો. સ્થાનિક લોકો તરત જ તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેનું એમઆરઆઈ અને સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. ડોક્ટરોએ તેને સામાન્ય ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું. તેના પિતાએ દીકરો હેમખેમ હોવાથી ભગવાનનો આભાર માન્યો હતો.SS1MS