વર-કન્યાએ ફૂલોને બદલે એકબીજાને પહેરાવી સાપોની માળા
નવી દિલ્હી, લગ્નની સીઝનમાં સોશિયલ મીડિયા પર કેટલાય વિડીયો વાયરલ થતા હોય છે. આમાં વર-વધૂની એન્ટ્રીથી લઈને લગ્નની વિધિથી જાેડાયેલા વિડીયો હોય છે. ક્યાંક ખાટલા પર ઘોડો ઊભો રાખીને દુલ્હાને બેસાડવામાં આવે છે તો ક્યાંક વર-કન્યાને ગાડી પાછળ દોડાવવામાં આવે છે.
The bride and groom wear garlands of snakes instead of flowers
જાે કે, તાજેતરમાં સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તે જાેઈને તમે અચંબામાં પડી જશો કારણકે, આવો રિવાજ તમે પહેલા ક્યારેય નહીં જાેયો હોય. સામાન્ય રીતે લગ્નમાં કપલ એકબીજાને ફૂલોની વરમાળા પહેરાવે છે, પરંતુ આ વર-કન્યાએ ફૂલોને બદલે એકબીજાને સાપોની માળા પહેરાવી હતી! આ અજીબોગરીબ રિવાજનો વિડીયો જાેઈને લોકો પણ ગભરાઈ ગયા હતા.
કોઈ તેને ‘વિધિ કે જીવનો સોદો’ કહી રહ્યું છે તો કોઈએ મજાક કરી કે લગ્ન નાગલોકમાં થઈ રહ્યા છે. જાે કે, વિડીયોમાં જે ગંભીરતાથી વર-કન્યા આ રિવાજ નિભાવી રહ્યા છે, તેને જાેઈને તમારા પણ પસીના છૂટી જશે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં વિચિત્ર રિવાજ જાેવા મળે છે.
વિડીયોમાં દુલ્હા-દુલ્હન ઊભા છે અને સૌથી પહેલા દુલ્હન એક કાળો નાગ દુલ્હાના ગળામાં નાખે છે અને પછી દુલ્હો બદલામાં દુલ્હનને એક મોટો કોબ્રા પહેરાવે છે. ચોંકાવનારી વાત એ છે કે બંને ખૂબ આરામથી આ વિધિ પૂરી કરી રહ્યા છે અને ત્યાં હાજર લોકોનો સમૂહ પણ બહુ સહજતાથી તે જાેઈ રહ્યો છે. વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર psycho_biharii નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.
૩ દિવસ પહેલા શેર કરવામાં આવેલા વિડીયોને હજારો લોકોએ જાેયો છે અને ત્યારસુધી તેને ૬ હજારથી પણ વધુ લાઇકસ મળી ચૂકી છે. વિડીયો કઈ જગ્યાનો છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી થયો, પણ અમુક રિપોર્ટ્સનું માનીએ તો આ વિડીયો મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો છે.
વિડીયો પર મેન્ટ કરતા એક યુઝરે લખ્ય કે, નાગલોકમાં વિવાહ થઈ રહ્યા છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે આવું કરવું પડે તો લગ્ન જ નથી કરવા.SS1MS