દુલ્હને વરરાજા વગર લગ્ન કરી પૈસા વસૂલ કર્યા
કેલીને ખબર પડી કે મંગેતર લગ્નમાંથી ભાગી ગયો છે, ત્યારે તે એક સુંદર દુલ્હનનો પોશાક પહેરીને ભવિષ્યના સપના જાેતી હતી
છતાં દુલ્હને ના રોકી સેરેમની, વસૂલ કર્યા પૈસા
વરરાજા પોતાના જ લગ્નમાંથી ભાગી ગયો
નવી દિલ્હી,જીવનમાં કેટલીકવાર વસ્તુઓ આપણી યોજના મુજબ થતી નથી. આવી સ્થિતિમાં જાે વ્યક્તિમાં થોડી હિંમત હોય તો તે ઈતિહાસ રચે છે. સામાન્ય સંજાેગોમાંથી પણ અસામાન્ય વસ્તુઓ બહાર આવે છે. આવું જ કંઈક ૨૭ વર્ષની દુલ્હન દ્વારા કરવામાં આવ્યું છે, જેનો વર તેના લગ્નના દિવસે જ ભાગી ગયો હતો.
લગ્નના સપના જેને કેલી સ્ટેડ છેલ્લા ૪ વર્ષથી સજાવી રહી હતી. મહામારી અને અન્ય અવરોધો પછી પણ જ્યારે લગ્નનું મૂહર્ત આવ્યું, ત્યારે કન્યા કેલીને તેના લગ્નના એક કલાક પહેલા ખબર પડી કે તેનો વર લગ્નમાંથી ભાગી ગયો છે. આ હોવા છતાં, તેણે લગ્નની યોજનામાં કંઈપણ બદલ્યું ન હતું, ફક્ત વરરાજા ત્યાં ન હતા.
તેમના લગ્નની તમામ વ્યવસ્થા વેલ્સની ઓક્સવિચ બે હોટેલમાં કરવામાં આવી હતી અને મહેમાનો પણ આવી ગયા હતા. આવી સ્થિતિમાં તેમણે આ લગ્ન રોકવાને બદલે પાર્ટી ચલાવવા દીધી. તેણીએ એક વ્યાવસાયિક ફોટોશૂટ કરાવ્યું જેમાં તેણીના લગ્નના પોશાક પહેર્યા, મહેમાનો સાથે પોઝ આપ્યો, દુલ્હનનું ભાષણ આપ્યું અને બધા સાથે ડાન્સ કર્યો.
તેને લગ્નના એક કલાક પહેલા વરરાજાના ભાગી જવાના સમાચાર મળ્યા, પરંતુ તેણે કંઈપણ રોક્યું નહીં. કેલી કહે છે કે ત્યાં સુધીમાં પૈસા અને લોકોની મહેનત થઈ ચૂકી હોવાથી તેણે કોઈ પણ વસ્તુને વ્યર્થ ન જવા દીધી અને આ રીતે કાર્યક્રમ ચાલ્યો. મિત્રોના સહયોગથી તેમણે સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપી હતી.
હવે કેલીના મિત્રો તેના માટે વરરાજા વિના લગ્નના ખર્ચને આવરી લેવા માટે ભંડોળ એકત્ર કરી રહ્યા છે. કેલીએ તેના પરિવાર સાથે લગ્ન સમારોહ પૂર્ણ કર્યો, પરંતુ તેણીએ તેને પોતાને માટે આઘાત તરીકે વર્ણવ્યું. તેમનું હનીમૂન અને બાકીની યોજનાઓ પડતી મૂકવામાં આવી હતી.ss1