કન્યાએ લગ્ન પહેલાં મૂકી વિચિત્ર શરત
નવી દિલ્હી, તમે જોયું હશે કે જ્યારે લગ્ન નક્કી કરવામાં આવે છે, ત્યારે વિવિધ શરતો રાખવામાં આવે છે. તમામ બાબતો બંને પરિવારો દ્વારા નક્કી કરવામાં આવે છે. આમાં છોકરાના પરિવારનો જ દબદબો હોય છે. જો કે આજે અમે તમને જે દુલ્હનની કહાણી જણાવવા જઈ રહ્યા છીએ તે સાવ અલગ છે.
તેણે લગ્ન પહેલા જ વરને સ્પષ્ટ કરી દીધું હતું કે, જો તે તેના સાસરે આવશે તો તેનો એક્સ બોયફ્રેન્ડ પણ તેની સાથે આવશે. સામાન્ય રીતે કન્યા લગ્ન માટે તેના સાસરે એકલી આવે છે, પરંતુ એક કન્યા એવી છે જેણે તેના એક્સ બોયફ્રેન્ડ અને પતિને પણ લાવવાની વાત કરી હતી.
આશ્ચર્યની વાત એ છે કે, વરરાજા પણ આ માટે સંમત થયા હતા. આ મામલો ખૂબ જ સંવેદનશીલ છે. આ ઘટના જાણશો ત્યારે તમે વર કરતા કન્યાના વધુ વખાણ કરશો, જે તેના એક્સ બોયફ્રેન્ડનો સાથ છોડવા પણ તૈયાર ન હતી. આવી ઘટનાઓ માનવતાનું ઉદાહરણ છે.
આ કહાણી ક્રિસ નામની એક મહિલાની છે, જે ૩૮ વર્ષની ઉંમરે ૩૬ વર્ષના જેમ્સ આર્મસ્ટ્રોંગ સાથે લગ્ન કરવા જઈ રહી હતી. લગ્ન પહેલા ક્રિસે જેમ્સની સામે એવી શરત મૂકી હતી, જે સાંભળીને તે ચોંકી ગયો હતો. ક્રિસે કહ્યું કે, તે તેના બાળપણના મિત્ર અને પૂર્વ પતિ બ્રાન્ડનને પોતાની સાથે રાખવા માંગે છે.
જેમ્સને ક્રિસની આ સ્થિતિથી કોઈ વાંધો નહોતો અને મહિલાના પતિએ બ્રાન્ડનને માત્ર પોતાના જીવનનો હિસ્સો જ નહીં, પરંતુ તેની પત્ની સાથે તેનો કાનૂની વાલી પણ બન્યો હતો. સીબીએસ મો‹નગ્સ સાથે વાત કરતી વખતે જેમ્સે જણાવ્યું કે, તે તેની પત્નીની સાથે સાથે તેના પૂર્વ પતિને પણ પ્રેમ કરે છે.
ક્રિસે વર્ષ ૨૦૦૬માં તેના બાળપણના મિત્ર બ્રાન્ડન સાથે લગ્ન કર્યા હતા. થોડા સમય પછી, કાર અકસ્માતને કારણે તેની માનસિક સ્થિતિ બગડી હતી. પહેલા ક્રિસ તેની સાથે રહી, પછી તેણે તેને છૂટાછેડા લેવાનું અને આગળ વધવાનું નક્કી કર્યું હતું.
જોકે, તે બ્રાન્ડનથી દૂર રહી શકી નહીં અને તેના કાનૂની વાલી બનવા માટે અરજી કરી હતી. આ દરમિયાન તેની મુલાકાત જેમ્સ સાથે થઈ અને લગ્ન સમયે જેમ્સ પણ આ વાત સમજી ગયો અને દુલ્હનની સાથે તે તેના પૂર્વ પતિ અને પ્રેમીને પણ ઘરે લઈ આવ્યો હતો. સોશિયલ મીડિયા પર જેણે પણ તેમની સ્ટોરી વાંચી છે તે આ કપલના વખાણ કરી રહ્યા છે.SS1MS