Western Times News

Gujarati News

બ્રોકરે જમીન લે-વેચ મામલે વકીલનું અપહરણ કરીને તલવારના ઘા ઝીંકી દીધા

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, જમીનની લે-વેચ મામલે ગઈકાલે વકીલનું અપહરણ કર્યા બાદ તેને તલવારના ઘા ઝીંકી દેતા ચકચાર મચી ગઈ છે. નાના ચિલોડા ગામમાં આવેલા અક્ષર રેસિડેન્સી ફ્લેટમાં રહેતા અને વકીલ તરીકે ફરજ બજાવતા અનિલસિંહ રાજપુતે નરોડા પોલીસ સ્ટેશનમાં અજય પરિહાર સહિત ચાર શખ્સ વિરૂદ્ધ અપહરણ તેમજ માર માર્યાની ફરિયાદ કરી છે. અનિલસિંહ રાજપૂત વકીલાતની સાથે સાથે જમનની લે-વેચનું પણ કામકાજ કરે છે.

સાબરમતી કેશવબાગ કોલોનીમાં રહેતા પ્રીતેશ શાહ સાથે અનિલસિંહ જમીન લે-વેચનો ધંધો કરે છે પ્રીતેશ શાહની ઓફિસ નાના ચિલોડા ખાતે આવેલી છે. પ્રીતેશ અને અનિલે ઝાક ગામના એક ખેડૂતની જમીન અજય પરિહાર પાસેથી ખરીદી હતી. જમીન વાંધાવાળી હોવાથી તેનો કેસ પ્રીતેશ શાહ લડતો હતો.

અનિલસિંહે ખેડૂતની પ્રીતેશ સાથે મુલાકાત કરાવ્યા બાદ એક વર્ષથી અલગ થઈ ગયા હતા. વાંધાવાળી જમીન મામલે અનિલસિંહ છૂટા થઈ ગયા બાદ તેને અજય પરિહાર અને પ્રીતેશ વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. હાલ પ્રીતેશ અને અજય બંને ભાગીદારીમાં જમીન લે-વેચનો ધંધો કરી રહ્યા છે.

અનિલસિંહ ઘરે હાજર હતા ત્યારે અજયનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે ઝાક ગામની જમીન મામલે તારી સાથે વાત કરવી છે. તું નરોડા જીઆઈડીસીમાં આવી જા, અનિલસિંહ તરત જ અજયને મળવા માટે નરોડા જીઆઈડીસી પહોંચી ગયા હતા. અજયે ગાળો આપીને અનિલસિંહને જણાવ્યું હતું કે ઝાક ગામના ખેડૂત પાસેથી જમીનના પૈસા તેં લઈ લીધા છે, જે સારૂં નથી કર્યું.

દરમિયાનમાં બીજા બે અજાણ્યા શખ્સ આવ્યા હતા અને અનિલસિંહને કહેવા લાગ્યા હતા કે ચાલ આપણે ઝાક ગામના ખેડૂત પાસે જઈએ. અનિલસિંહને તમામ લોકોએ બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધો હતો.

કાર ઝાક ગામ તરફ નહીં જતાં અનિલસિંહે પૂછ્યું હતું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. જેથી અજયે તેને જવાબ આપ્યો હતો કે તને આજે મારવાનો છે એટલે કારમાં બેસાડી દીધો છે.

આપણે કોઈ ખેડૂત પાસે જવાનું નથી. અજય અને તેના સાગરીતો અનિલસિંહનું અપહરણ કરીને બાપુનગર ખાતે આવેલી અવાવરૂં જગ્યા પર લઈ ગયા હતા. અજયે અનિલસિંહને બળજબરીપૂર્વક દારૂ પીવડાવ્યો હતો અને બાદમાં તેના પીઠ પર સોય જેવું ભોંકી દીધું હતું.

અનિલસિંહ જમીન પર ઢળી પડતા અજયે તેના પગમાં લોખંડની પાઈપ મારી દીધી હતી. અનિલસિંહના બે મોબાઈલ અજયે લૂંટી લીધા બાદ તેને કારમાં બેસાડીને સિવિલ હોસ્પિટલની બહાર ઉતાીને નાસી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.