માત્ર ૧૦ સેકન્ડમાં જ નડિયાદ નગરપાલિકા બજેટ બેઠક આટોપી લેવામાં આવી
નડિયાદ નગરપાલિકાનું ૩૧૪૪.૨૭ લાખની પુરાત વાળું બજેટ મંજૂર
(તસ્વીરઃ સાજીદ સૈયદ) (પ્રતિનિધી) નડિયાદ, નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ બેઠકમાં વર્ષ ૨૦૨૩-૨૪ નું રૂ.૩૧૪૪.૨૭ લાખની પૂરાંતવાળું બજેટ બહુમતી ના જાેરે મંજૂર કરવામાં આવ્યું હતું માત્ર ૧૦ સેકન્ડમાં જ આ બજેટ બેઠક આટોપી લેવામાં આવી હતી
નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર રૂદ્રેશ હુડક તેમજ પાલિકા સભ્યોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી આ સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૩-૨૪ નું કુલ આવક રૂ. ૩૬૯૫૧.૫૦ લાખ સામે કુલ ખર્ચ રૂ.૩૬૭૫૮-૫૦ લાખ દર્શાવવામાં આવ્યો છે
આમ વર્ષ ૨૦૨૩-૨૪ ના રૂ.૩૧૪૪.૨૭ લાખની પૂરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટમાં તા.૧/૪/૨૩ ની ઉઘડતી સિલક રૂ.૨૯૬૧.૨૭ લાખ ટેક્ષ ની આવક રૂ.૨૧૨૩ લાખ ભાડુ રૂ.૪૦૨ લાખ સહાયક અનુદાન રૂ.૨૫૮૧ લાખ વિકાસ યોજના રૂ.૨૮૪૮૦ લાખ તેમજ અસાધારણ આવક રૂ.૫૦૨ લાખ મળી કુલ આવક રૂ.૩૬૯૪૧.૫૦ લાખ દર્શવાય છે
જેની સામે મહેસુલ ખર્ચ રૂ.૫૮૮૩.૫૦ લાખ આવશ્યક સેવા નિર્વાણ અને વિકાસ રૂ.૩૨૧૮ લાખ દેવું અને જવાબદારીઓ રૂ.૪૪૮ લાખ અને અસાધારણ ખર્ચ દર્શાવવામાં આવ્યો છે આ બજેટ બેઠક ૧૦ સેકન્ડમાં પૂર્ણ જાહેર કરવામાં આવી હતી
રજૂ કરવામાં આવેલ બજેટનું અમો વિરોધ કરીએ છીએઃ
અપક્ષ સભ્ય ઃ ૧૦ સેકન્ડમાં આટોપી લેવામાં આવેલી બજેટ બેઠક બાદ વિપક્ષના ચૂંટાયેલા અપક્ષભ્ય ગોકુલ શાહ એ જણાવ્યું હતું કે આજે રજૂ કરવામાં આવેલા બજેટનું અમે વિરોધ નોંધાવીએ છીએ આ બજેટ ફાઇનાન્સ સમિતિમાં લેવાયું નથી અને બારોબાર મુકવામાં આવ્યું છે જેથી તેનો વિરોધ નોંધાવીએ છીએ
સફાઈ પાછળ રૂપિયા ૫ઃ૩૦ કરોડનો ખર્ચ છતાં નડિયાદ શહેર ગંદકીથી ખદબતુ ઃ માજીદ ખાન ઃ નડિયાદ નગરપાલિકાના અપક્ષ કાઉન્સિલર માજીદ ખાન પઠાણે જણાવ્યું હતું કે નડિયાદ નગરપાલિકા દ્વારા વર્ષે સાડા પાંચ કરોડ જેટલું સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવે છે છતાં નડિયાદ શહેરમાં ગંદકી જાેવા મળે છે આ ખર્ચેલા રૂપિયા ક્યાં જાય છે
એ મોટો પ્રશ્ન છે નડિયાદ શહેરની હાલની વસ્તી જાેઈએ તો મહાનગરપાલિકાની કક્ષામાં આવે છે છતાં હજુ પણ ઘણા વિસ્તારમાં કામ થતા નથી આ વિસ્તારો હંમેશા પછાત જાેવા મળે છે મરિડા ભાગોળ બારકોશિયા રોડ વગેરે વિસ્તારની વાત કરી હતી
મરીડા ભાગોળ થી સ્પોર્ટ કોમ્પ્લેક્સ સુધી ના રોડ બાબતે માંગ અને મકાન વિભાગ એ કામગીરી કરી છે તો નગરપાલિકાને આ બાબતે કોઈ સત્તા શા માટે ? રૂપિયાનો દૂર ઉપયોગ થશે તો અમે કોર્ટમાં જઈશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી
બજેટ બેઠકમાં પ્રમુખ બજેટ વિશે બોલ્યા નહીં: આજની સામાન્ય સભામાં બજેટ મૂકવામાં આવ્યું છે તેવું સભામાં પાલિકાના પ્રમુખે જણાવ્યું નહીં અને પ્રમુખ સ્થાનેથી કામો એજન્ડના કામો મંજૂર કહી ને સભા માત્ર ૧૦ સેકન્ડમાં બરખાશ કરી નાખી હતી જેના કારણે ઘણા સભ્યો ને આશ્ચર્ય થયું હતું.