લસણના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
અમદાવાદ, ખેડૂતો માટે ક્યાંક સારા તો ક્યાંક ખરાબ સમાચાર છે. ડુંગળીના ભાવ તળિયા જતા ડુંગળી પકવતા ખેડૂતોનો રોવાનો વારો આવ્યો છે તો બીજી બાજુ લસણના ભાવ આસમાને જતાં ખેડૂતો ખુશખુશાલ છે.
એક તરફ ખેડૂતોને ડુંગળીની હરાજીમાં પ્રતિ ૨૦ કિલો ૨૫૦ રૂપિયા પણ નથી મળતા. ત્યાં બજારમાં સુકા લસણના ભાવ પ્રતિ કિલો ૩૦૦ રૂપિયાએ પહોંચ્યા છે. છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પરિવર્તન જોવા મળ્યું છે. જેના કારણે શાકભાજીના ભાવને અસર થઈ રહી છે.
કમોસમી વરસાદ તેમજ ખરાબ હવામાનના કારણે ટમેટા, ડુંગળી, આદુ બાદ હવે લસણના ભાવમાં પણ વધારો થયો છે. ખરાબ હવામાનના કારણે લસણના પાકને નુકસાન થયું હોવાની તેના ઉત્પાદન પર અસર પડી છે અને આવકમાં ઘટાડો થયો છે. જેને કારણે લસણના ભાવમાં તેજી આવી છે. જેના કારણે લસણ ૨૫૦ થી ૩૦૦ રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે.
લસણા ભાવમાં ધરખમ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. જોકે આવનારા દિવસોમાં લસણની આવક શરૂ થતા તેના ભાવ ઘટાડો થવાની શક્યતા છે. નાસિક અને પુણે જેવા મુખ્ય લસણ ઉત્પાદક રાજ્યોમાં ખરાબ હવામાનને કારણે પાકને થયેલા નુકસાનને કારણે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં તેનો પુરવઠો ઓછો થયો છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ પુરવઠાને અસર થઈ છે. વેપારીઓ હવે તેને અન્ય રાજ્યોમાંથી આયાત કરી રહ્યા છે અને તેના માટે વધુ લોજિસ્ટિક્સ ખર્ચ અને અન્ય ચાર્જ ચૂકવે છે. લસણના ભાવ વધવા પાછળ આ મહત્વના કારણો છે. વેપારીઓના મતે નવો પાક બજારમાં મોડો આવી શકે છે અને તે આવે ત્યાં સુધી ભાવમાં વધારો થઈ શકે છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં ટામેટાંના ભાવ ૩૦૦ રૂપિયા પ્રતિ કિલોના સ્તરને સ્પર્શી ગયા હતા અને ત્યારબાદ રોજબરોજના ખાવામાં વપરાતી ડુંગળીના ભાવ પણ રોકેટની ઝડપે વધીને ૮૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. રાજધાની દિલ્હી સહિત અન્ય શહેરોમાં કિલોએ પહોંચી ગયો છે.
પ્રથમ, બહારના રાજ્યોમાંથી ટામેટાંની આયાત કરીને અને દિલ્હી સહિત અન્ય સ્થળોએ સસ્તા ભાવે વેચીને ટામેટાના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે, સરકારે આવતા વર્ષના માર્ચ સુધી તેની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો.SS1MS