બિલ્ડરનું અપહરણ કરી કોરા ચેકમાં સહી કરાવી મારી નાંખવાની ધમકી
(એજન્સી) અમદાવાદ, શહેરના બોપલ વિસ્તારમાં ફાર્મ હાઉસનું કામ આપવાનુ છે એમ કહીને બિલ્ડરને બોલાવી ચાર વ્યક્તિઓએ માર મારી કારમાં અપહરણ કરી ચેકબુકમાં રહેલા કુલ ૧૮ ચેકમાં સહી કરાવી લીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. The builder was kidnapped and threatened to kill him by signing a blank cheque
બિલ્ડરને મકાનના પૈસા આપતા ન હોવાથી તેમણે કામ બંધ કરી દીધુ હતુ. તેની અદાવત રાખીને ચાર શખ્સોએ બિલ્ડરને એક મકાનમાં લઈ જઈ છરી બતાવીને ધમકી આપી હતી.
બોડકદેવમાં આવેલા આશ્રય એપાર્ટમેન્ટમાં રહેતા વિમલકુમાર ધોળકીયાએ મુકેશ પટેલ, પાશ્વ પટેલ, પ્રશાંત પટેલ અને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. વિમલભાઈ બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનુૃ કામ કરે છે. અને હાલમાં ઘુમામાં કૃષ્ના શૈલ્બી હોસ્પીટલ સામે આવેલા મુકેશ પટેલના પ્લોટમાં મકાન બનાવવાનું કામ ચાલુ છે.
આ મુકેશે વિમલભાઈને તેમના કામનું પેમેન્ટ ચુકવતો નહોતો. જેથી માર્ચ-ર૦રરથી કામ બંધ કરી દીધુ હતુ. આ સાઈટ પર ઉતારેલા માલસામાનમાંથી ઈંટોના પૈસા બાકી હોવાથી ઈંટોના વેપારીને જાણ કરતા તે ઈંટો પણ લઈ ગયા હતા.
તા.ર-૮-રરના રોજ સવારના દસ વાગ્યાની આસપાસ વિમલકુમાર તેમની ઓફિસમાં હાજર હતા ત્યારે અજાણ્યા નંબર પરથી વિમલકુમાર પર ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યુ કે મારા ફાર્મહાઉસનું કામ કરાવવાનુૃ છે અને તે કામ તમને આપવાનું છે જેથી મારે તમને મળવુ છે.
તમે શીલજ ખાતે મળવા માટે આવો તો હું તમને મારી જગ્યા પણ બતાવી દઉ. આથી વિમલકુમાર આ શખ્સને મળવા માટે ગયો હતો. આ શખ્સ શીલજ ઓસ્ટ્રેેલિયન પિત્ઝાની પાછળના ખુલ્લા પ્લોટમાં વિમલકુમારને લઈ ગયો હતો.
આ પ્લોટમાં પહેલાંથી જ મુકેશ પટેલ તેમજ અન્ય શખ્સો હાજર હતા. અને જાેતજાેતામાં તમામે ભેગા મળીને વિમલકુમાર પર હુમલો કરી દીધો હતો.
અજાણ્યા શખ્સે વિમલકુમારને પકડી રાખ્યા હતા. જ્યારે મુકેશે લાકડીથી મારવા લાગ્યા હતો. મુકેશે કહ્યુ હતુ કે મારૂ બંધ કરેલુ કામ ચલાુ કરી દે. નહિંતર જાનથી મારી નાંખીશ. મુકેશ આમ કહીને વિમલકુમારનું કારમાં અપહરણ કરીને ઘુમા ખાતેના એક મકાનમાં લઈ ગયો હતો.
મુકેશે આ મકાનના એક રૂમમાં છરી બતાવી વિમલકુમારને ધમકી આપી હતી કે તારા માણસને ફોન કરીને કહે કે ચેકબુક શલેષ ટેલરની દુકાને આપી જાય. આથી વિમલકુમારે ફોનથી તેમના માણસને ફોન કરતાં તે ચેકબુક ટેલરની દુકાને મુકી ગયો હતો. મુકેશનો દિકરો આ ચેકબુક લઈ આવ્યો હતો.
ત્યારબાદ વિમલકુમાર પાસેથી કુલ ૧૮ કોરા ચેક પર સહી કરાવી લીધી હતી. અને બીજા અન્ય ડોક્યુમેન્ટસ પર પણ સહી કરાવી લીધી હતી. ત્યારબાદ વિમલકુમારને બોપલ સ્વામિનારાયણ મંદિર ખાતે ઉતારીને કહ્યુ હતુ કે જાે આ બાબતે કોઈને જાણ કરીશ તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાંખીશ. આથી વિમલકુમારે ગભરાઈ જઈને બોપલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.