સુરેેન્દ્રનગરમાં બસ સ્ટેન્ડનું કામ પાંચ વર્ષેય અધૂરૂ
સુરેન્દ્રનગર, આજથી પાંચ વર્ષ પહેલાં સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડના નવનિર્માણ માટે માર્ગ અને વ્યવહાર પરિવહન દ્વરા ૮.૮૮ કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. જાે કે કામ પણ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યુ હતુ.
આજે પાંચ વર્ષે જેટલો સમયગાળો નવનિર્માણ ના કામમાં જતો રહ્યો છે ત્યારે અદ્યતન સ્વરૂપનું આ બસ સ્ટેન્ડ હોવાનો તે સમયે દાવો કરવામાં આવતો હતો. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ સુરેેન્દ્રનગર બસ સ્ટેન્ડનું ૯૦ ટકા જેટલું કામ નવનિર્માણનું પૂર્ણ થઈ ચૂક્યુ છે. પણ તે અદ્યતન સુવિધામાં નવા બસ સ્ટેન્ડમાં બસ ઉપલબ્ધ ન હોય એવું જાણવા મળી રહ્યુ છે.
વચ્ચે કોરોનાનો કપરો સમય આવી જતાં અંદાજીત બે વર્ષ જેટલો સમયગાળા દરમ્યાન કામ બંધ રહ્યુ હતુ. ત્યારબાદ ગ્રાંટ તેમજ પૈસાના અભાવના કારણે પણ આ બસ સ્ટેન્ડના નિર્માણ કામમાં વિઘ્નો આવ્યા હતા. જાે કે એ સમયે કલેકટર દ્વારા અંદાજીત રૂા.પ૦ લાખથી વધુની ગ્રાંટ ફાળવી અને તાત્કાલિક ધોરણે બસ સ્ટેન્ડનું કામ પૂરૂ કરવામાં આવે એ અંગે જણાવ્યુ હતુ. અને બસ સ્ટેન્ડની મુલાકાત પણ લીધી હતી.
તેને પણ આજે બે વર્ષનો સમયગાળો થઈ ગયો છે. અને જે કલેકટરે ગ્રાંટ ફાળવી હતી તેમની પણ બદલી થઈ ગઈ છે. અને તેઓ અન્ય સ્થળે સેટ થઈ ગયા છે.
તેમ છતાં હજુ સુધી આ કામ પૂરૂ થયુ નથી.નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી દેવામાં આવી હતી કેે આગામી ટુૅક સમયમાં સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડનું લોકાર્પણ કામ થશે.