35 ખેડૂતો સાથે એક કરોડની ઠગાઈ કરી વેપારી ફરાર
ખેડૂતો પાસેથી લીધેલી તુવેર, મકાઈ, દીવેલાના પૈસા ખેડૂતોને ચુકવવાના હતા.
સંખેડા, સંખેડા તાલુકાના ગોલાગામડી ખાતે નિર્મલ ટ્રેડીગ નામની કાચા માલની દુકાન ચલાવતો વેપારી ખેડૂતોને નાણાં ચુકયા વિના રફુચકર થઈ જતા ખેડૂતો સંખેડા પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પહોચ્યા હતા.
આજે વેપારી પાંચ દિવસ પહેલા તે વ્યાજના ચક્રમાં ફસાયો હોવાની ચીઠ્ઠી લખી ઘરેથી જતો રહયો હતો. સંખેડા પોલીસ મથકે રાત્રે આઠ વાગ્યા સુધીમાં ૩પ જેટલા ખેડૂતોના આશરે એઅક કરોડ રૂપિયા ચુકવવાના બાકી હોવાની ફરીયાદ નોધવા માટેની કાર્યવાહી ચાલુ હતી.
સંખેડા તાલુકાના ગોલા ગામડી ખાતે નિર્મલ ટ્રેડીગ નામની દુકાન ચલાવતા જયેશ રમણલાલ શાહ નામનો વેપારી જે મુળ સંખેડા તાલુકાના વાલપુર ગામનો છે. અને છેલ્લા કેટલાય સમયથી વડોદરા ખાતે સુખધામ રેસીડેન્સીમાં રહે છે. તા.૧૭ શનીવારે પોતાના ઘરેથી જતો રહયો હતો.
અને જતા પહેલા લખેલી ચીઠ્ઠીમાં તે વ્યાજમાં ફસાયો હોવાની વાત કરી હતી. પરંતુ આ ગાયબ થયેલો વેપારી ખેડૂતોને નવડાવતો ગયો છે. ખેડૂતો પાસેથી લીધેલી તુવેર, મકાઈ, દીવેલાના પૈસા ખેડૂતોને ચુકવવાના હતા. પરંતુ ખેડૂતોને નાણાં જ ચુકવવાના નાણા ચુકવ્યા વિના જ તે રફુચકકર લઈ ગયો હતો.