Western Times News

Gujarati News

સીમા-સચિનને વેપારીએ ૧ લાખના પગારવાળી નોકરી આપવાની જાહેરાત કરી

અમદાવાદ, સીમા હૈદર અને સચિન મીણા…આજના સમયે કોઈ ભાગ્યે જ એવું હશે, જે આ બંનેના નામથી અજાણ હોય. બંનેની લવ સ્ટોરી હાલમાં સૌ કોઈની જીભ પર છે. બંનેના ઈન્ટરવ્યૂ લેવાઈ રહ્યા છે. ન્યૂઝ ચેનલથી લઈને સોશિયલ મીડિયા, દરેક જગ્યાએ સચિન-સીમાની લવ સ્ટોરી ચર્ચામાં છે.

આ દરમ્યાન હવે બંને પાસે એક સાથે ત્રણ-ત્રણ ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. આજતકના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પહેલી ગુડ ન્યૂઝ એ છે કે, તેને ગુજરાતના એક વેપારીએ નોકરીની ઓફર આપી છે. વેપારી તરફથી કહેવાયું છે કે, આ બંનેને ૫૦-૫૦ હજાર રૂપિયાની સેલરીવાળી નોકરી આપશે.

હકીકતમાં જાેઈએ તો, જેવા આ સમાચાર સામે આવ્યા કે, સીમા-સચિન આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યો છે, તો ગુજરાતી વેપારીએ પોતાની દરિયાદિલી બતાવી છે અને તેની મદદ કરવાનો ર્નિણય લીધો છે. તેમણે આ બંનેને ૫૦-૫૦ હજાર રૂપિયા દર મહિને નોકરી આપવાની વાત કહી છે એટલે કે, સીમા સચિન દર મહિને એક લાખ રૂપિયાની કમાણી કરી શકશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, સોમવાર રાતે ગ્રેટર નોઈડાના રબૂપુરા ગામમાં એક પોસ્ટમેન અજાણી ચિઠ્ઠી લઈને સચિન, સીમાના ઘરે પહોંચ્યો. અજાણી પત્રથી ત્યાં હડકંપ મચી ગયો હતો. સીમાએ પત્ર ખોલવા માગતી હતી, પણ તેની સુરક્ષામાં તૈનાત જવાનોએ તેને આવું કરવા દીધું નહીં. તેને લાગ્યું કે, કોઈ ધમકી ભરેલી ચિઠ્ઠી હોય શકે છે.

ત્યાર બાદ પોલીસના જવાનોએ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી, અધિકારીઓના આદેશ પર ચિઠ્ઠી ખોલવામાં આવી તો, તેને ગુજરાતના એક વેપારીએ સચિન અને સીમાને લખેલી હતી. ત્રણ પાનાની આ ચિઠ્ઠીમાં સીમા હૈદર અને સચિનને ગુજરાતમાં ૫૦-૫૦ હજાર રૂપિયા દર મહિને સેલરી પર નોકરીની ઓફર કરી હતી.

તેમાં લખ્યું હતું કે તે ગમે ત્યારે ગુજરાત આવીને નોકરી જાેઈન કરી શકશે. આ ઉપરાંત ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું કે, આ બંનેની દરેક સંભવ મદદ કરવામાં આવશે. બીજા ગુડ ન્યૂઝ એ છે કે, હાલમાં જ તેને એક મૂવી ડિરેક્ટર અમિત જાનીએ પણ પોતાની ફિલ્મમાં કામ કરવાની ઓફર આપી છે. તે સીમાના ઘરે જઈને એડવાંસ ચેક આપવા માટે પણ તૈયાર હતા. જાે કે, આ ઓફર પર સીમા-સચિનના પરિવારનું કહેવું છે કે, જ્યાં સુધી તેમના વિરુદ્ધ તપાસ પુરી ન થાય ત્યાં સુધી તેઓ આવું કરી શકશે નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.