ગ્રામ પંચાયતની ચુંટણીમાં રીકાઉન્ટિંગમાં હારેલા ઉમેદવાર વિજેતા જાહેર
ડિસેમ્બર ૨૦૨૧માં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતગણતરીમાં ગેરરીતીની થયા હોવાની ફરિયાદ ઉઠી હતી
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના દખણેશ્વર ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં ગેરરીતી થયા હોવાનું અરજદારે ફરિયાદ કરતાં બાયડની પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ દ્ધારા આદેશ કરતા ડીસેમ્બર ૨૦૨૧ માં યોજાયેલી સરપંચની ચૂંટણીનું પરિણામ રદ કરવામાં આવ્યું હતું
બાયડ તાલુકાની દખણેશ્વર ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવાર અભયકુમાર પટેલે બાયડની નામદાર કોર્ટમાં ચૂંટણી તંત્રએ ગેરરીતિ ભરી મત ગણતરી કરી પરિણામ આપવાના ર્નિણયને પડકાર્યો હતો તેમના વતી વિધ્વાન ધારાશાસ્ત્રી ગોરધનભાઈ એસ પટેલ ધારદાર રજૂઆત કરી હતી
કે મતપત્રકમાં સિક્કો મારવાની દાંડી પર એક તરફ સ્વસ્તિકનું નિશાન હતું અને બીજી તરફ એરોનું નિશાન હતું જે આ જ પહેલા બંને બાજુ સ્વસ્તિકનું નિશાન આવતું હતું.
પરંતુ તંત્રએ અરજદારને સ્વસ્તિકના નિશાન વાળા મળેલા મત માન્ય ગણ્યા હતા જ્યારે એરોના નિશાન વાળા ૪૩૫ મતોને અમાન્ય ઠેરવી ઉમેદવારને પરાજિત જાહેર કર્યો હતો જે સામે નામદાર કોર્ટ બાયડે ચુકાદો આપી સંપૂર્ણ પારદર્શી પ્રક્રિયામાં ફરીથી મત ગણતરી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો
જેની મતગણતરી આજે વાત્રક કોલેજ ખાતે કરવામાં આવી હતી જેમાં અગાઉ પરાજિત થયેલા ઉમેદવાર ધારાબેન અભયભાઈ પટેલ ૫૨૬ મતે વિજય જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે અગાઉ વિજેતા થયેલા જ્યોતિબેન પટેલ પરાજિત થયા હતા વિજય થયા બાદ ધારાબેન અભયભાઈ પટેલે જણાવ્યું હતું કે સત્યનો વિજય થયો છે અને ગુલાલ ઉડાડી વિજય ઉત્સવ મનાવ્યો હતો