Western Times News

Gujarati News

સોનાની ચોરાયેલી બંગડીનો કેસ 30 વર્ષ ચાલ્યોઃ પોલીસે પરત કરી

પ્રતિકાત્મક

30 વર્ષ પહેલાં રિકવર થયેલી ચોરીની સોનાની બંગડી પોલીસે પરત કરી.

આરોપીઓએ તેને જવેલર્સને આપી દીધી હતી જે તે સમયે જવેલર્સની દુકાન દ્વારા તે બંગડીને ઓગાળી દેવાઈ હતી. પોલીસે તમામ રર.પ૦૦ ગ્રામનું સોનું જવેલર્સ પાસેથી રિકવર કર્યું હતું.

વડોદરા, વડોદરામાં ૧૯૯૩માં સંમોહિત કરીને એક મહિલા અને પુરૂષે મહિલાની સોનાની બંગડી તે સમયે રૂ.૮,૮૦૦ (રર.પપ૦ ગ્રામ) લઈ લીધી હતી આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો છેતરપીંડીનો નોંધાયો હતો.

ત્યારે આ કેસ ૩૦ વર્ષ બાદ કોર્ટમાં ચાલી જતા મહિલાને તેમનું સોનું પરત કરાયું હતું. ડભોઈ રોડ રસબિન્દુ સોસાયટીમાં રહેતા જશુબહેન સુકાભાઈ તડવીને વર્ષ ૧૯૯૩માં કપુરાઈ ચોકડી પાસે એક મહિલા પુરુષે સંમોહિત કરી તેમની બંગડી તે સમયે રૂ.૮,૮૦૦ (રર.પપ૦ ગ્રામ)ની ઉતારી લીધી હતી. જે તે સમયે જશુબહેન દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડી પાડયા હતા. આ સાથે જ પોલીસે મુદ્દામાલ પણ કબ્જે કરી લીધો હતો. જશુબહેનના પુત્ર પ્રતેશ તડવી કહ્યું કે, જે તે સમયે મારી મમ્મી દ્વારા તેમની બંગડી પરત લેવાની કોઈ કાર્યવાહી કરાઈ નહોતી ત્યારે ૬ મહિના અગાઉ કોર્ટમાં હાજર રહેવા કોર્ટ દ્વારા સમન્સ મોકલાયું હતું કોર્ટે કહ્યું હતું કે, ફરિયાદી જીવે છે, તેમને પોતાનું સોનું પરત કરી દેવું જોઈએ.

જશુબહેનની બંગડી લઈ લીધા બાદ આરોપીઓએ તેને જવેલર્સને આપી દીધી હતી જે તે સમયે જવેલર્સની દુકાન દ્વારા તે બંગડીને ઓગાળી દેવાઈ હતી. પોલીસે તમામ રર.પ૦૦ ગ્રામનું સોનું જવેલર્સ પાસેથી રિકવર કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.