Western Times News

Gujarati News

નિર્ણયનગરના આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ, અમદાવાદના ગુમ થયેલા આધેડનો મૃતદેહ બોપલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા એસપી રિંગ રોડ પાસે અવાવરું જગ્યાએથી મળ્યો હતો. પોલીસે તપાસ કરતા આધેડની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. તેવામાં હત્યા કરનાર અન્ય કોઈ નહિ પણ મૃતકનો જ સાથી કર્મી હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સમલૈંગિક સંબંધ ધરાવવાની ટેવવાળો છે. જોકે, તેણે રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. અમદાવાદના નિર્ણયનગરમાં રહેતા નિલેશભાઇ વાઘેલા નામના ૫૧ વર્ષીય આધેડ ગત તા.૧૧મીએ ગુમ થયા હતા.

તા.૧૩મીએ એસપી રિંગ રોડ પાસે અવાવરુ જગ્યાએથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દૃષ્ટિએ પોલીસને કઈક અજુગતું બન્યું હોવાની ગંધ આવી હતી. જેથી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા માથાના ભાગે ઇજા પહોંચાડીને ગળું દબાવીને હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું હતું.

જેથી બોપલ પોલીસે તપાસ કરતા મૃતક નિલેશભાઇનો સહ કર્મી રમેશ ધામોર ઘટનાસ્થળેથી એક્ટિવા લઈ જઇને જતો હોવાના પુરાવા મળ્યા હતા. જેથી પોલીસે રમેશ ધામોરની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે મૃતક નિલેશભાઇને ૧૦ હજાર ઉછીને આપ્યા હતા.

જે પરત ન આપતા બંને વચ્ચે તકરાર-બોલાચાલી થયા બાદ હત્યા કરી નાખી હતી. જોકે, આરોપીની વધુ પૂછપરછ કરતા તે સમલૈંગિક સંબંધની ટેવવાળો હોવાનું સામે આવ્યું છે. જેથી આ ઘટનામાં તે પ્રકારની કોઇ બાબત છે કે નહિ તેની પોલીસ ચકાસણી કરી રહી છે.

પોલીસનું કહેવું છે કે, આરોપી રમેશ ધામોર મૂળ મહિસાગરના એક ગામનો રહેવાસી છે. તે સમલૈંગિક સંબંધ ધરાવતો હોવાની ગામના લોકોને જાણ થતાં તે અમદાવાદ આવીને નોકરી કરીને રહેતો હતો. આ જ કારણથી તે ઘણા વર્ષાેથી પોતાના વતનમાં પણ ગયો નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.