ગોધરાની પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીઓને દરરોજ આ રીતે કોઝવે પાર કરવો પડે છે
ગોધરાના પોલીટેકનીક કોલેજને જોડતા માર્ગ પર કોઝ વે બિસ્માર હાલતમાં
ગોધરા, ગોધરા શહેર માં ધોધમાર વરસાદને લઈ ભારે પાણીની આવક થઈ હતી. જયારે બહારપુરા થઈ પોલીટેકનીક કોલેજને જોડતા માર્ગ ઉપર એક કોઝ-વે આવેલ હતો. The causeway on the road connecting Godhra Polytechnic College is in a dilapidated condition
જે ભારે વરસાદી પાણી પ્રવાહથી ધોવાઈ ગયો હતો. આ કોઝ વે ઉપરથી પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીઓ, તેમજ વાહન ચાલકો તથા રાહદારીઓ ચાલીને પસાર થઈ શકે તેમ નથી માટે તાત્કાલીક ધોરણે કોઝ વેનુ સમારકામ અથવા નવો કોઝ વે બનાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.
ગોધરામાં થયેલા ભારે વરસાદને પગલે અનેક સ્થળોએ નુકશાન થયું છે. જેમાં ગોધરાના બહારપુરા થઈ પોલીટેક્નિક કોલેજને જોડતાં માર્ગ ઉપર આવેલો કોઝ વે તૂટી જતાં વિદ્યાર્થીઓ અને રાહદારીઓને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
એસટી બસ મારફતે અને બાઈક લઈ અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ અહીંથી સીધા ચાલતા પસાર થઈ રહ્યા હતા જેઓને હવે લાંબો ચક્કર કાપી જવા ની સ્થિતિ ઉભી થઇ છે જેમાં પણ રીક્ષા વાળા ભાડું વધુ વસૂલી રહ્યા છે.
આ ઉપરાંત તાજપુર છીપા સહિતના ગામોમાંથી બજારમાં દૂધ અને શાકભાજી વેચાણ કરવા આવતાં ખેડૂત અને પશુપાલકો પણ લાંબો ચક્કર કાપવો ન પડે એટલે સાયકલ ઊંચકી તૂટેલા કોઝ વે ઉપરથી પસાર થઈ રહ્યા છે.
આ તમામ જરૂરીયાતમંદોને પડતી અગવડતા દૂર કરવા વહેલી તકે કોઝ વે નું સમારકામ કરવામાં આવે અથવા નવો કોઝ વે બનાવવામાં આવે એવી માંગ ઉઠી છે. (તસ્વીર:મનોજ મારવાડી, ગોધરા)