સેન્સર બોર્ડે ‘મંકી મેન’ની રિલીઝને મુશ્કેલીમાં મૂકી
મુંબઈ, હોલિવૂડના જાણીતા કલાકાર દેવ પટેલ દ્વારા ‘મંકી મેન’ નામની ફિલ્મ ડિરેક્ટ કરવામાં આવી છે,જેમાં એક ક્‰ર કાલ્પનિક ભારતીય દૃષ્ટિકોણની વાર્તા રજૂ કરવામાં આવી છે. પરંતુ આ ફિલ્મ હજુ ભારતમાં કોઈએ જોઈ નથી, કારણ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને આ ફિલ્મ પર અધિકૃત રીતે પ્રતિબંધ મુક્યા વિના જ એડવાઇઝરી પેનલ સમક્ષ ફિલ્મનું સ્ક્રિનિંગ ન ગોઠવીને ફિલ્મની રિલીઝને અટકાવી દીધી છે.
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, યુનિવર્સલ સ્ટુડિઓઝ દ્વારા મૂળ ફિલ્મમાં પહેલાંથી જ અમુક કટ કરાવવામાં આવ્યા છે, જેમાં રાજકારણ અને ધર્મ વચ્ચેના સંબંધ પર વધુ પડતો ભાર આપતાં દૃશ્યોને કાપીને ફિલ્મને થોડી હળવી કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. ૫ એપ્રિલે વિશ્વકક્ષાએ વિવિધ સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ પર જે ફિલ્મ રિલીઝ થઈ છે, તે આ સૂચિત કટ દૂર કરીને બતાવવામાં આવી છે.
તે ઉપરાંત યુનિવર્સિલ સ્ટુડિઓઝ દ્વારા આ ફિલ્મમાં જે પોલિટિકલ બેનર દર્શાવાયા છે, તે કેસરીમાંથી લાલ કલરનાં કરી દેવાયા છે. યુનિવર્સિલ પિક્ચર્સ આ ફિલ્મને ભારતમાં ૧૯ એપ્રિલે થિએટરમાં રિલીઝ કરવા વિચારતું હતું, પરંતુ એ રિલીઝ થઈ શક્યું નહીં. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ સેન્સર બોર્ડ ફિલ્મને મંજૂર કરી શકે કે પ્રતિબંધ મૂકી શકે છે, તેણે એક્ઝામિનિંગ કમિટી સમક્ષ ‘મંકી મેન’નું સ્ક્રિનિંગ ગોઠવ્યું નથી.
જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડે આ ફિલ્મમાં એક મોટા ધર્મગુરુનો રોલ કરે છે, આ ફિલ્મમાં તેમનાં પાત્રની એન્ટ્રી થાય છે, એ જ દૃશ્ય ગ્લોબલ રિલીઝમાંથી કાપી નાંખવામાં આવ્યું છે.
એપ્રિલ મહિનામાં મકરંદ દેશપાંડેએ એક ઇન્ટરવ્યૂમાં જણાવેલું કે, મિસ્ટર પટેલ ‘મંકી મેન’ના ડિરેક્ટર અને એક પ્રોડ્યુસર પણ છે તેણે મકરંદ દેશપાંડેને ફિલ્મના પ્રિમીયરમાં કહ્યું, કે ‘રાજકીય’ કારણોસર ફિલ્મમાં કટ કરવામાં આવ્યો છે. આ સીન જ ફિલ્મના મેસેજ અને પાત્રનો આત્મા હતો.
આ ઉપરાંત એક બાળક હિન્દીમાં પ્રાર્થના કરે છે, દેવ પટેલ જ્યારે શક્તિબાબા (મકરંદ દેશપાંડે)ને મારે છે, ત્યારે પાછળ હનુમાનજીનું લંકાદહનનું ચિત્ર પાછળ દેખાય છે.
એલજીબીટી કમ્યુનિટી વિરુદ્ધ એક આંદોલન દર્શાવાયું છે, જેમાં એક રિલીઝ થયેલી હિન્દી ફિલ્મમાંથી સીએએના વિરોધ માટે દર્શાવેલા દૃશ્યોમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દૃશ્યો ફિલ્મમાંથી દૂર કરાયા છે, આ સિવાય બાબા શક્તિના ઘણા ડાયલોગ કટ કરવામાં આવ્યા છે.SS1MS