જી૨૦ સમિટ માટે કેન્દ્ર સરકારે ૧૩૧૦ કરોડ ફાળવ્યા
નવી દિલ્હી, ભારતમાં આયોજિત જી૨૦ સમિટ ૨૦૨૩ને સરકાર મોટી સફળતા ગણાવી રહી છે ત્યારે બીજી તરફ તેના માટે થયેલા થયેલા કરોડો રૂપિયાના ખર્ચ અંગે વિવાદ પણ ઉભો થયો છે.
વિદેશ રાજ્ય પ્રધાન વી મુરલીધરને શુક્રવારે જી૨૦ સમિટ માટેના ખર્ચ અંગે રાજ્યસભામાં જવાબ આપતાં કહ્યું કે કેન્દ્રએ કુલ ૧૩૧૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતા.
તેમણે રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાંસદ સાકેત ગોખલેના પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપી હતી.
એક અખબારી અહેવાલ મુજબ, નાણા મંત્રાલય દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતની જી૨૦ પ્રેસિડેન્સી અને સમિટ માટે વિદેશ મંત્રાલય (સ્ઈછ)ને ફાળવવામાં આવેલ બજેટ ૩૨૦ કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૯૯૦ કરોડ હતું.
સમગ્ર ભારતમાં જી૨૦ સમિટ અને તેના સંબંધિત કાર્યક્રમોના આયોજન પર જી૨૦ સચિવાલય દ્વારા કરવામાં આવેલા વાસ્તવિક ખર્ચ પર, વિદેશ મંત્રાલયે કહ્યું કે બિલો હજુ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે અને તેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
રાજ્યસભાના સાંસદ અને ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેએ અગાઉ પણ જી૨૦ સમિટમાં થયેલા ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા છે.
કેટલાક મીડિયા અહેવાલોને ટાંકીને તેમણે કહ્યું હતું કે ભારત સરકારે જી૨૦ સમિટ માટે બજેટમાં ફાળવવામાં આવેલી રકમ કરતાં ૩૦૦ ટકા વધુ ખર્ચ કર્યો છે.
સાકેત ગોખલેના જણાવ્યા અનુસાર, સરકારે આ કોન્ફરન્સ માટે રૂ. ૯૯૦ કરોડને બદલે રૂ. ૪૧૦૦ કરોડનો ખર્ચ કર્યો હતો. SS2SS