કેન્દ્ર સરકાર UPA સરકાર સમયે થયેલ આર્થિક ગેરવહીવટ અંગે મંતવ્યો રજૂ કરશે
યુપીએ સરકારની આર્થિક કુનીતિ પર સંસદમાં શ્વેત પત્ર લાવશે મોદી સરકાર-શ્વેતપત્ર સંસદમાં ૯ કે ૧૦ ફેબ્રુ.નાં રોજ રજૂ થઈ શકે છે
નવી દિલ્હી, કોંગ્રેસનાં નેતૃત્વમાં રહેલ યુપીએ સરકારનાં ૧૦ વર્ષોનાં આર્થિક ગેરવહીવટને લઈને કેન્દ્રની મોદી સરકાર સંસદમાં શ્વેત પત્ર લાવશે. આ શ્વેત પત્ર સંસદમાં શુક્રવાર ૯ ફેબ્રુઆરી અથવા તો શનિવાર ૧૦ ફેબ્રુઆરીનાં રજૂ કરવામાં આવી શકે છે.
શ્વેત પત્રમાં આર્થિક ગેરવહીવટ સિવાય યુપીએ સરકાર દ્વારા સકારાત્મક પગલાઓ ભરી શકવાની સંભવિત સ્થિતિની અસર સંબંધિત વાત પણ કરવામાં આવશે. આ સાથે જ પત્રમાં ભારતની આર્થિક દુર્ગત અને અર્થવ્યવસ્થા પર પડેલા નકારાત્મક પ્રભાવોને પણ વિસ્તારમાં સમજાવવામાં આવશે. આ શ્વેત પત્ર એવા સમયે સામે આવી રહ્યું છે જ્યારે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલ ચર્ચાનો જવાબ આપતાં સમયે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે સંસદમાં કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર એક પરિવારવાદમાં અટવાયેલી છે. તેમણે દેશનાં લોકો માટે કંઈ કામ કર્યું નથી.
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને ટાર્ગેટ કરતાં કહ્યું કે, ગૃહમાં અનેક યંગ સાંસદગણ છે…ઉત્સાહ અને ઉમંગ પણ છે…પણ કદાચ તેમની છવી આગળ આવી જાય અને પોતાની છબી ઢંકાઈ જાય એ ચિંતામાં યુવાઓને મોકો જ ન આપવામાં આવ્યો. એટલે કે એક પ્રકારે એટલું મોટું પોતાનું, વિપક્ષનું, સંસદનું અને દેશનું નુક્સાન કરી બેઠાં છે. હું હંમેશા કહું છું કે દેશને હંમેશા સારા વિપક્ષની ઘણી જરૂર છે. દેશે જેટલાં પરિવારવાદનાં પરિણામો ભોગવ્યાં છે અને ખુદ કોંગ્રેસે પણ પરિણામો ભોગવ્યાં છે.
શ્વેતપત્ર એક પ્રકારનો અહેવાલ હોય છે જે દેશનાં રાજદ્વારીઓ દ્વારા દેશને લગતાં કેટલાક મુદાઓની માહિતી આપે છે. મોટાભાગે આ એવા મુદા હોય છે કે જેના પર એકથી વધારે ઘણાં બધાં મંતવ્યો કે પ્રતિભાવો એકસાથે આવ્યાં હોય અને લોકોને આ મુદા વિશે સમજવું કે અવગત થવું જરૂરી હોય.
ઘણી વખત રાજકારીણીઓ પોતાનો અભિપ્રાય આપવા માટે પણ કરતાં હોય છે. જેમાં તેઓ કોઈ ચોક્કસ મુદો, વ્યક્તિ કે સરકાર વિશે શું વિચારે છે તેના વિશે માહિતી આપે છે. સામાન્યરીતે આ શ્વેતપત્રોમાં સમસ્યાની સાથે-સાથે સમસ્યાનાં સમાધાન કરવા અંગેનાં ઉપાયો પણ લખવામાં આવે છે