ગઠીયો વ્યાપારી ઉપર વશીકરણ કરીને સોનાના દાગીના ઉતરાવી રફુચક્કર
(પ્રતિનિધી)ગોધરા, ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર ગત વહેલી સવારમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઓળખીતાને નાણાં આપીને પરત આવી રહેલા એક સેવાભાવી વ્યાપારી ચેતનકુમાર પરીખને સફેદ કલરની નંબર વગરની કારમાં સવાર એક સાધુબાવાએ વશીકરણના વાકચાતુર્ય સાથે અંદાજે સાત તોલાના વીંટી, લક્કી અને સોનાની ચેઈન ઉતરાવીને લેનાર સાધુબાવા ફરાર થઈ જતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.
જાે કે આ ઘટનાની જાણ ગોધરા એ. ડીવીઝન પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ તંત્રની ટીમો દ્વારા સી.સી.ટી.વી. ફૂટેજાેના આધારે દાહોદ તરફ ભાગેલ સફેદ નંબર વગરની કાર અને એમાં સવાર સાધુબાવા અને ડ્રાયવરની શોધખોળ હાથ ધરી છે.
ગોધરા ખાતે સીઝનલ વ્યાપાર ધંધો કરતા ચેતન હસમુખલાલ પરીખ ગત વહેલી સવારમાં દવાખાને નાણાં પહોંચાડવાની સેવાભાવના કરીને પરત આવતા હતા આ દરમિયાન બામરોલી રોડ ઉપર નંદનવન સોસાયટી પાસે નંબર વગરની સફેદ કારમાં ભગવાવસ્ત્રધારી
સાધુબાવાએ ચેતનભાઈને પૂછપરછોના બહાને પાસે બોલાવીને એકનો એક દીકરો વિદેશમાં જશે અને ઝાડ ઉપરથી પાંદડું તોડાવ્યા બાદ રૂા. ૫૦૦ની નોટ આર્શિવાદ સાથે પરત આપીને અજમાવેલ વશીકરણ વિદ્યામાં ચેતનભાઈ એ પહેરેલા સોનાના વીંટી, લક્કી અને ચેઈન ઉતારીને આ સાધુની આપતા જ કાર સડસડાટ દાહોદ રોડ તરફ રવાના થઈ
અને ચેતનભાઈને ભાન આવ્યું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું . ત્યારે ચેતનભાઇ પરીખે ગોધરા એ. ડીવીઝન પોલીસ મથકમાં અરજી સ્વરૂપની ફરિયાદ કરતા પોલીસ તંત્રની ટીમો દ્વારા સી.સી.ટી.વી. ફૂટેજાેના આધારે દાહોદ તરફ ભાગેલ સફેદ નંબર વગરની કાર અને એમાં સવાર સાધુબાવા અને ડ્રાયવરની શોધખોળ હાથ ધરી છે.