ચીઝની હરાજી ૩૦ હજાર યુરો એટલે કે ૨૭ લાખમાં થઈ

નવી દિલ્હી, તમે દુનિયામાં અલગ-અલગ પ્રકારની વસ્તુઓ જાેઈ હશે અને તેમની કિંમત જાેઈને મન ઘણી વાર ભટકે છે. જે રકમમાં આપણે પોતાના માટે ઘર, કપડાં અને ઘરેણાં ખરીદવાનું વિચારીએ છીએ, તેટલી રકમમાં માત્ર એક કિલો કે બે કિલો વસ્તુ આવી શકે છે.
હાલમાં જ સ્પેનમાં એક ખાસ પ્રકારના ચીઝની કિંમત એટલી હદે અંદાજવામાં આવી છે કે ગુજરાતમાં તેની ૪ કિલોની કિંમત લગાવ્યે તો ફ્લેટ ખરીદી શકાય છે. દર વર્ષે ઓગસ્ટમાં સ્પેનમાં લાસ એરેનાસ ડી કેબ્રાલેસ નામની જગ્યા પર એક હરીફાઈ યોજાય છે, જેમાં હાથથી બનાવેલા શ્રેષ્ઠ ચીઝની હરાજી કરવામાં આવે છે.
આ વખતે સ્પેનિશ રેસ્ટોરન્ટ ન્ઙ્મટ્ઠખ્તટ્ઠિ ઙ્ઘી ર્ઝ્રઙ્મર્ઙ્ર્મંએ લાખોમાં એક ખાસ ચીઝ ખરીદ્યુ છે. માત્ર ૨.૨ કિલો ચીઝની ૩૦ હજાર યુરો એટલે કે લગભગ ૨૭ લાખ રૂપિયામાં હરાજી થઈ છે. લાગર દી કોલૈટો નામની રેસ્ટોરન્ટ દ્વારા બનાવવામાં આવેલ કેબ્રાલેસ ચીઝની ખાસિયત એ છે કે તેને હાથથી બનાવવામાં આવે છે અને તેની ૨.૨ કિલોની બ્રિક ૨૭ લાખ રૂપિયામાં વેચાઈ છે. એટલે કે એક કિલોની કિંમત મુકીએ તો ૧૩ લાખ થાય અને આ રકમમાં સોનાનો હાર આવશે.
બીજી તરફ ૪ કિલો પનીરની કિંમત જાેવામાં આવે તો તે લગભગ ૫૨ લાખ રૂપિયા થાય છે. તમે જ કહો કે આટલામાં ગુજરાતમાં ૨ બેડરૂમનો નવો ફ્લેટ તો ખરીદી જ શકાય છે.
મુદ્દો માત્ર એટલો જ છે કે જાે તમે આ જ વિચારતા રહેશો તો તમે ક્યારેય આ ચીઝનો આનંદ માણી શકશો નહીં. જાે આ વસ્તુ આટલી મોંઘી હોય તો તેને બનાવવા માટે ઓછી મહેનત નહીં લાગતી હોય. કેબ્રાલેસ ચીઝ બનાવવા માટે લોસ પીકોસ ડી યુરોપા માઉન્ટેનની ગુફામાં મહિનાઓ સુધી ગાય અને બકરીનું દૂધ રાખવામાં આવે છે. તે કાચા ગાયના દૂધમાંથી અથવા ગાય, બકરી અને ઘેટાંના દૂધને ભેળવીને બનાવવામાં આવે છે.
ટેકરીની ગુફામાં ભેજને કારણે તેમાં લીલાશ પડતા વાદળી ધબ્બાઓ અને પટ્ટાઓ આવે છે. આ વખતે, પૂ ડી કેબ્રાલેસ ચીઝ ફેક્ટરી દ્વારા બનાવવામાં આવેલ આ ચીઝને જ્યુરી દ્વારા શ્રેષ્ઠ બિરુદ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે તેણે ૧૫ ચીઝ ઉત્પાદકોને હરાવીને આ ખિતાબ જીત્યો છે.SS1MS