Western Times News

Gujarati News

અમદાવાદમાં હરતી-ફરતી શાળાઃ દેશની પ્રથમ બાલવાટિકા શરૂ કરવાનું શ્રેય અમદાવાદ શહેરને

દેશની પ્રથમ હરતી ફરતી બાલવાટિકા શરૂ કરવાનું શ્રેય અમદાવાદ શહેરને

(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ઘ્‌વારા દેશ લેવલે સૌ પ્રથમવાર કહી શકાય તેવી વિશિષ્ટ પહેલ એટલે કે બાલવાટિકા શરૂ કરવામાં આવી છે. દેશમાં આ પ્રકારની પ્રથમ બાલવાટિકા સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિક્રમનાથજીના વરદ્‌ હસ્તે શરૂ કરવામાં આવી છે. The city of Ahmedabad is credited with starting the country’s first ever rotating balwatika

જેનું શ્રેય ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરને પ્રાપ્ત થયું છે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના શાસનાધિકારી લબ્ધીર દેસાઈ ના જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ ખાતે શનિવારે બાળકો માટે બનાવેલ ખાસ હરતી-ફરતી શાળા કે જેમાં શૈક્ષણિક રમકડાં, શૈક્ષણિક વાર્તા, ગીતો ઇન્સ્ટોલ કરેલ ટી.વી.સેટ, બ્લેક બોર્ડ, પાણીની સગવડ વગેરે સુવિધાઓ સાથે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિક્રમનાથજીના વરદ્‌ હસ્તે બાલવાટિકાનો શુભારંભ કરવામાં આવ્યો.

આ શુભ પ્રસંગે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ઉપરાંત ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલજી, ગુજરાત વડી અદાલતના સિનીયર જસ્ટીસ બિરેન વૈષ્ણવજી અને વરિષ્ઠ ન્યાયાધિશો, ઇન્ચાર્જ મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ જેવા મહાનુભાવોએ દ્વારા તેઓના વરદ્‌ હસ્તે તમામ બાળકોને શૈક્ષણિક કીટ, સ્કૂલ બેગ, વોટર બોટલ,રમકડાં, બિસ્કીટ, ચોકલેટ તથા ફ્રુટી આપવામાં આવી હતી.

હાઇકોર્ટના પ્રાંગણમાં આજે એક અનોખું અને નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યું કેમ કે પતંગીયા જેવા બાલવાટિકાના બાળકો હાઇકોર્ટના ગાર્ડનમાં ખૂબ જ એન્જોય કરતા જોવા મળ્યા હતા.

હરતી-ફરતી બાલવાટિકાના શુભારંભ પ્રસંગે ઇન્ચાર્જ મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતુ કે દેશભરમાં પ્રથમ કહી શકાય તેવી આ બાલવાટિકાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જેમ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સંયુકત ઉપક્રમે સિગ્નલ સ્કૂલનો પ્રોજેકટ સફળતાથી ચાલી રહેલ છે

તેમ આ બાલવાટિકાની બસ દ્વારા શિક્ષણથી વંચિત રહેલા બાળકોને શિક્ષણનો હકક પ્રાપ્ત થશે. આ બાળકોને ૧૦ માસ સુધી ભણતર આપીને બ્રીજકોર્સ દ્વારા શૈક્ષણિક રીતે સજ્જ બનાવી મેઇન સ્ટ્રીમ દ્વારા નજીકની મ્યુનિ. શાળામાં તેમની ઉંમર અનુસાર જે-તે ધોરણમાં પ્રવેશ અપાવી શિક્ષણ આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.