ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે #REInvest2024 નો સમાપન સમારોહ યોજાયો
ગાંધીનગર, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજીની અધ્યક્ષતામાં તેમજ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત પંજાબના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા તથા કેન્દ્ર-રાજ્યના મંત્રીશ્રીઓ સહિત દેશ-વિદેશના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે #REInvest2024 નો સમાપન સમારોહ યોજાયો હતો.
માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રીએ દેશમાં ગ્રીન-ક્લીન એનર્જી ક્ષેત્રે આવેલ અભૂતપૂર્વ પરિવર્તન તેમજ ક્લાયમેટ ચેન્જના વૈશ્વિક પડકાર સામે ભારતના પ્રેરણાદાયી કાર્યોની સરાહના કરી હતી. તેમણે આ સમિટમાં થયેલ ચિંતન થકી આવનાર ભવિષ્યને વધુ ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા માટે આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નિર્માણ કરેલ વિકાસની મજબૂત ઇમારતના પરિણામે ગુજરાત આજે દેશનું ‘ગ્રોથ એન્જિન’ અને ‘રિન્યુએબલ એનર્જી કેપિટલ’ બન્યું છે.
વડાપ્રધાનશ્રીના રીન્યુએબલ એનર્જી માટેના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ સમાન ‘Invest, Innovate, Inspire’ના મંત્ર સાથે આયોજિત #REInvest2024 દરમિયાન રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે થયેલ ₹3 લાખ કરોડથી વધુના MoUનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ આ સમિટથી માનનીય વડાપ્રધાનશ્રીના ‘વન સન, વન અર્થ, વન ગ્રીડ’ના વૈશ્વિક વિઝનને વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
The closing ceremony of #REInvest2024 was held at Mahatma Mandir, Gandhinagar under the chairmanship of Vice President Jagdeep Dhankhad and in dignified presence of dignitaries from home and abroad including Governor Acharya Devvrat and Chief Minister Bhupendrabhai Patel besides Punjab Governor Gulab Chand Kataria and Union and State Ministers.
માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો સાથે #REInvest2024 ના ભાગરૂપે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત એક્સ્પોની મુલાકાત લીધી હતી. આ અવસરે માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રી દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત #एक_पेड़_माँ_के_नाम અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.