Western Times News

Gujarati News

5 વર્ષથી ઉપરની પડતર ખાતાકીય તપાસોને એક મહિનામાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ આપી સૂચના

ફાઈલ ફોટો

સી.એમ. ડેશબોર્ડમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાકીય વિગતો  તાલુકાવાઈઝ ઉપલબ્ધ કરાશે: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં પડતર ખાતાકીય તપાસોની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે, તેમજ તમામ ખાતાકીય તપાસોને સત્વરે પૂર્ણ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.  The CM instructed to complete the pending departmental inspections in the state for more than five years in one month

રાજ્યમાં તા. ૩૧મી માર્ચ, ૨૦૨૩ સુધીમાં ૧૨૫૦ કેસોની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાંચ વર્ષથી ઉપરના આ તમામ કેસોની ખાતાકીય તપાસ એક મહિનામાં પૂર્ણ કરવા સંબંધિત સચિવશ્રીઓને સૂચના આપવામાં આવી છે.

મંત્રી શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૭૨૫ જેટલી પડતર ખાતાકીય તપાસને નિયત  સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ સંબંધિત અધિકારી/કર્મચારીને છેલ્લા દિવસ પહેલા એટલે કે, વયનિવૃત્તિના દિવસ પહેલા આરોપનામું/ચાર્જશીટ અપાય તે પણ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત સચિવશ્રીઓને સૂચિત કર્યા છે.

આ ઉપરાંત સી.એમ. ડેશબોર્ડ અંગે નવતર અભિગમ અપનાવતા મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની વિગતો (ડેટા) તાલુકાવાઈઝ ઉપલબ્ધ કરાવવા સૂચન કર્યુ છે, તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.