CM અચાનક સ્ટાફના કામ મુદ્દે સરપ્રાઈઝ વિઝીટ કરતાં દોડધામ મચી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચોથા માળે સ્ટાફના કામ મુદ્દે સરપ્રાઈઝ વિઝીટ
(એજન્સી)ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે બપોરે અગીયાર વાગ્યા પછી અચાનક સ્વણિર્મ સંકુલ-૧ના ચોથા માળે પહોચતા ત્રીજા માળે આવેલા તેમના કાર્યાલય સીએમઓ અને તેની ઉપરના મજલાની લોબીમાં દોડધામ મચી ગઈ હતી.
ચોથો માળ મુખ્યમંત્રી કાર્યાલયની આનુષાંગીક કામગીરી માટે અલગ અલગ સચીવો અને ખાસ ફરજ પરના અધિકારીઓ માટે ઉપયોગમાં હેઠળ છે. મુખ્યમંત્રીએ આ ઓફીસોમાં કોણ છે તે અને સ્ટાફ શું કામ કરી રહયો છે તેનું નિરીક્ષણ કર્ય્ુું. સ્વણિર્મ સંકુલ-૧ એસએસવન ત્રીજા માળે આવેલા સીએમઓઅમાં પહોચવા સલામતીના કારણોસર અલગ રસ્તો છે.
એથી અને સીકયોરીટી પ્રોટોકલને કારણે મુખ્યમંત્રી કયારેય સીએમઓની જમણી તરફ સચીવોના કાર્યાલાયો અને ચોથા માળે રહેલી સહાયક અધિકારી-સ્ટાફની કચેરીઓ તેમજ અરજદારો માટેના જનસંપર્ક કાર્યલય તરફ જતા નીથ. પરંતુ સોમવારે તેમણે ચોથા માળે રૂબરૂ વીઝીટ કરીને ત્યાં થઈ રહેલી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.
સ્ટાફ અને અરજદારોને મળીને તેમની સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છેકે આ સપ્તાહે બુધવારે આદીવાસી દિવસના કાર્યક્રમો હોવાથી કેબીનેટની બેઠક મંગળવારે મળનાર છે.