Weather Update : ક્યાંક વરસાદ તો ક્યાંક બરફવર્ષાની આગાહી
Weather Update: Somewhere rain and somewhere snow forecast
નવી દિલ્હી, પશ્ચિમી વિક્ષોભ એક્ટિવ થતાં હવામાનમાં બદલાવ આવવાની સંભાવના વધી ગઈ છે. ૧૯થી ૨૧ ફેબ્રુઆરી સુધી મધ્ય અને ઉચ્ચ પર્વતીય આઠ જિલ્લામાં વરસાદ અને બરફવર્ષાનું પૂર્વાનુમાન છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, દિલ્હી-એનસીઆરના તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે.
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારમાં ત઼ડકો નીકળશે. જેના કારણે આવનારા દિવસોમાં તાપમાન વધશે. તો વળી અમુક પહાડી રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ રહેવાની આશા છે.
પશ્ચિમી વિક્ષોભમાં બદલાવ થવાના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ૧૮ ફેબ્રુઆરીએ હળવાથી મધ્યમ વરસાદ થશે. ત્યાર બાદ ૧૯થી ૨૧ ફેબ્રુઆરી સુધી આ રાજ્યોમાં મધ્યમ વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. તો વળી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ હળવો વરસાદ અને બરફવર્ષાનું એલર્ટ છે.
આ ઉપરાંત અંડમાન નિકોબારમાં આજથી આગામી ૫ દિવસ સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે. તો વળી પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડમાં ૨૦ ફેબ્રુઆરીની વચ્ચે પાંચ દિવસ સુધી હળવો વરસાદ થઈ શકે છે.
આવનારા દિવસોમાં દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન ૩૦થી ૩૧ ડિગ્રી રહી શકે છે. તો વળી ૧૯-૨૦ ફેબ્રુઆરીએ રાજધાની દિલ્હીમાં હળવા વાદળો છવાઈ શકે છે. Skymet Weatherના રિપોર્ટ અનુસાર ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વી ભારતના મોટા ભાગના ભાગોમાં દિવસ અને રાતનું તાપમાન સામાન્યથી ઉપર રહી શકે છે. ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં હળવો વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે.
તો વળી ઉત્તર-પશ્ચિમી મેદાની વિસ્તારમાં ૨૦થી ૩૦ કિમી પ્રતિ કલાકથી ૪૦ કિમી પ્રતિ કલાકની સ્પિડથી હવાઓ ચાલી શકે છે.જેનાથી રાજધાની દિલ્હીની વાયુ ગુણવત્તામાં સુધાર થઈ શકે છે. તો વળી દેશના બાકીના ભાગમાં આગામી ૫ દિવસ સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.SS1MS